તો શું બિગ બોસ 17માં ડિવોર્સ થશે….?

બિગ બોસ 17માં આ વર્ષે સૌથી વધારે કપલને જ બોલાવવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે કોઈને કોઈ રીતે ઝઘડા કરાવવામાં આવે છે. આ કપલમાં આ વર્ષે અંકિતા અને વિકી, ઐશ્ર્વર્યા અને નીલ તેમજ ઈશા અને અભિષેકને બિગ બોસ 17માં પાર્ટિસિપેટ કરવા બોલાવવામાં આવ્યા છે. જો કે અત્યાર સુધી બિગબોસમાં લગ્ન જ થતા હતા પરંતુ આ વખતે બધાના ઝઘડા જોઈને થાય છે કે હવે બિગબોસમાં ડિવોર્સ પણ થશે.
અત્યારે આ તમામ કપલ વચ્ચે નાના મોટા ઝઘડાઓ ચાલતા જ હોય છે. જેમાં આ વખતે બિગ બોસ 17માં અંકિતા લોખંડે અને વિકી જૈન સતત સમાચારોમાં રહે છે. બંને વચ્ચે ઘણીવાર ઝઘડા અને દલીલો જોવા મળે છે. પરંતુ હવે બંને વચ્ચે કંઈક એવું થયું છે, જેના કારણે તેના ફેન્સ પરેશાન થઈ ગયા છે કારણકે અંકિતાએ નેશનલ ટીવી પર કહ્યું છે કે મને ડિવેર્સ આપી દો તો શું બંને છૂટાછેડા લઈ શકશે? હા, અંકિતાએ પોતે જ તેના પતિ વિકી જૈનને કહ્યું હતું કે જો તે આવું જ કરશે તો તેઓ છૂટાછેડા લઈ લેશે. અને તેની સાથે પાછી ઘરે નહિ જાય.
શોમાં જ્યારથી વાઈલ્ડ કાર્ડ આયેશા ખાનની એન્ટ્રી થઈ ત્યારથી તે વિકી જૈન સાથે ખૂબ જ સારું બને છે. બંને વચ્ચે કંઈક એવી વાતો થાય છે કે અંકિતા તેના કારણે ગુસ્સે થઈ જાય છે અને છૂટાછેડાની વાત કરે છે. હવે જ્યારે અંકિતાના મોઢામાંથી છૂટાછેડાની વાત નીકળી છે ત્યારે તેના ફેન્સ ઘણા ચિંતિત છે.
બન્યું એવું કે વિકી જૈન આયેશા ખાન સાથે વાત કરી રહ્યો હતો. પછી બંને મજાકમાં કહે છે કે લગ્ન પછી લોકો ઘણું સફર કરે છે. હવે આ વાત અંકિતાને ખરાબ લાગી રહી છે અને તે કહે છે કે જો તે એટલું જ સફર કર્યું છે તો છૂટાછેડા લઈ લે.
જો કે ફક્ત વિકી અને અંકિતા જ નહિ પરંતુ ઐશ્ર્વર્યા અને નીલ તેમજ ઈશા અને અભિષેક આ બધા કપલ બિગ બોસમાં ઝઘડાઓ કરીને તેમની વચ્ચેનું અંતર વધારી રહ્યા છે.