મનોરંજન

BigBoss-17: બાદશાહ-રફ્તાર, જેક્વેલિન આવ્યા મુનાવરના સપોર્ટમાં, વોટિંગ માટે કરી અપીલ

જેમ જેમ બિગબોસની 17મી સીઝનનો ફિનાલે એપિસોડ શરૂ થઇ ચુક્યો છે. શોમાં અંકિતા લોખંડે, મુનાવર ફારૂકી અને મનારા ચોપરાની અંતિમ 3 ફાઇનલીસ્ટ તરીકે પસંદગી થઇ છે. આજે આ 3માંથી કોઇ એક બિગબોસ-17નો વિજેતા બનશે. ત્યારે મુનાવર ફારૂકીને સપોર્ટ કરનારા અનેક લોકો જોવા મળી રહ્યા છે. મુનાવરના ફેન્સ ઉપરાંત બાદશાહ, અલી ગોની, જેક્વેલિન ફર્નાન્ડિઝ જેવા લોકો મુનાવરને વોટ મળે તે માટે દર્શકોને અપીલ કરી રહ્યા છે.

રેપર બાદશાહે મુનાવરના સપોર્ટમાં આવીને દર્શકોને અપીલ કરી છે કે “આમ તો મારે કહેવાની જરૂર નથી પરંતુ બિગબોસનો વિજેતા મુનાવર જ બનવાનો છે. મુનાવરને વોટ આપો, વોટિંગ લિંક અહીં જ છે.” રેપરે સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો.

બાદશાહ પછી એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રેપર રફ્તારે પણ ફેન્સને મુનાવરને સપોર્ટ કરવાની અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે “ભાઇ ફાઇનલમાં પહોંચી ગયો છે. વોટિંગ લિંક અહી પોસ્ટ કરી રહ્યો છું. પ્લીઝ તમારા ભાઇને વોટ આપીને જીતાડજો.”


અલી ગોનીએ પણ સોશિયલ મીડિયામાં અપીલ કરી હતી કે તમારામાંથી જે લોકોએ મુનાવરને વોટ નથી આપ્યો તેઓ આ લિંક પર જઇને તેમને વોટ આપે આજે વોટિંગનો અંતિમ તબક્કો હોઇ શકે છે, આથી પ્લીઝ તેમને વોટ આપજો. અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડિઝે પણ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને લખ્યું હતું કે “વોટ ફોર મુનાવર.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button