કેટલી છે બિગબીની નેટવર્થ? પ્રતીક્ષા સિવાય પણ મુંબઇમાં 2 બંગલા અને…
કાર સહિત આટલા કરોડની છે સંપત્તિ

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને તેમનો ફેમસ બંગ્લો પ્રતીક્ષા પોતાની પુત્રી શ્વેતા નંદાના નામે કરી દીધો છે, ત્યારે તેમણે થોડા વર્ષો પહેલા ‘કૌન બનેગા કરોડપતિ’ના મંચ પર સંપત્તિની સમાન વહેચણી અંગે જે નિવેદન આપ્યું હતું, તે હાલ ચર્ચામાં છે.
વર્ષ 1969માં ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મથી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનાર અમિતાભ બચ્ચને 6 દાયકાથી પણ વધુ સમય બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પસાર કર્યો છે. દરેક વ્યક્તિ ચોક્કસપણે આ વાત સાથે સંમત થશે કે તેમણે તેમની કારકિર્દીમાં સખત મહેનત અને પરિશ્રમ કર્યો છે. દિવાર, શોલે, ડોન, કુલી જેવી ફિલ્મો વડે તેમણે ભારતીય દર્શકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. આજે 80 વર્ષની ઉંમરમાં પણ અમિતાભ અંદાજે 10થી 12 કલાક કામ કરે છે. તેઓ ફિલ્મો તથા ટીવી બંનેમાં કાર્યરત છે.
સ્વાભાવિક છે કે બોલીવુડમાં આટલા સમય દરમિયાન તેમણે ઘણી સંપત્તિ ભેગી કરી છે. મહાનાયકે કેટલાક વર્ષો પહેલા તેમના શો ‘કૌન બનેગા કરોડપતિ’માં જણાવ્યું હતું કે તેઓ તેમના બંને સંતાનો અભિષેક અને શ્વેતા બંને વચ્ચે તેમની સંપત્તિની સમાન વહેચણી કરશે. એ પહેલા એક ટ્વીટમાં પણ તેઓ આ વાત કહી ચુક્યા છે. તેઓ વર્ષોથી પોતાના પરિવાર સાથે જલસા બંગ્લોમાં રહે છે.
અમિતાભ પાસે પ્રતીક્ષા સિવાય મુંબઇમાં 2 બંગલો છે. જલસા અને જનક. બચ્ચનની કુલ નેટવર્થ 3300 કરોડ રૂપિયા છે. બીગબીનો સૌથી મોટો આવકનો સ્ત્રોત ફિલ્મો છે. તેઓ એક ફિલ્મ માટે આશરે 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ‘બ્રહ્માસ્ત્ર’ માટે તેમણે 8થી 10 કરોડ રૂપિયા લીધા હતા. કૌન બનેગા કરોડપતિને હોસ્ટ કરવા માટે પણ તેઓ જંગી રકમ મેળવે છે. ફ્લિપકાર્ટ, કલ્યાણ જ્વેલર્સ સહિતની બ્રાન્ડ પ્રમોશન્સથી તેઓ 5થી8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
અમિતાભ પાસે બેન્ટલી, રોલ્સ રોયસ, ઔડી સહિતની લક્ઝુરિયસ કારનો કાફલો છે. બિગબી પાસે પ્રાઇવેટ જેટ પણ છે જેની કિંમત 260 કરોડ રૂપિયા છે. અમિતાભ પાસે Bentley Continental GT કાર છે જેની કિંમત રૂ. 3.29 થી રૂ. 4.04 કરોડ, Rolls Royce Phantom કાર જેની કિંમત રૂ. 8.99 કરોડ, Lexus LX570 કાર જેની કિંમત રૂ. 2.32 કરોડ અને Audi A8L કાર જેની કિંમત રૂ. 1.64 થી રૂ. 1.94 કરોડની છે.