‘Big Boss-17’ ફેમ અંકિતા લોખંડેની સાસુ જોવા મળ્યા આ અવતારમાં, વીડિયો વાઈરલ

મુંબઈ: અભિનેત્રી અંકિતા લોખંડે અને તેનો પતિ વિક્કી જૈનની ‘બિગ બૉસ 17’માં આવ્યા બાદ તેમનો પરિવાર ચર્ચામાં આવ્યો હતો. ‘બિગ બૉસ 17’ના એક એપિસોડમાં વિક્કીની મમ્મી એટલે કે અંકિતાની સાસુ આવી હતી ત્યારથી તે કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહી છે. અંકિતા સાથે સાસુએ ખરાબ વર્તન કરતાં લોકોએ સાસુને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી હતી. જોકે હવે ફરી એક વખત વિક્કીના મમ્મી એક વાઇરલ વીડિયોને લઈને ચર્ચાનો વિષય બની છે.
‘બિગ બૉસ 17’થી પ્રસિદ્ધ થયેલી વિક્કીની મમ્મીનો એક વીડિયો જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અંકિતા અને બીજી મહિલાઓ વિક્કીની મમ્મીની પૂજા કરતી દેખાઈ રહી છે. જોકે આ વિક્કીની મમ્મીનો આ વીડિયો જોઈને લોકો તેને ‘રાધે માં’ એવું કહીંને ટ્રોલ કરી રહ્યા છે. વિક્કી જૈનની મમ્મી રંજના જૈનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકો આ શું થઈ રહ્યું છે એવો પ્રશ્ન કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો અપલોડ કરવાની સાથે ‘તમે એમને પ્રેમ કરો, નફરત કરો કે પછી તેમને અવગણવાનો પ્રયત્ન કરો પણ તમે વિક્કીની માતાજીના આકર્ષણનો વિરોધ નથી કરી શકતા. વિક્કી જૈનની મમ્મી માતાજી જેવી દેખાઈ રહી છે. આ વીડિયોમાં વિક્કીની મમ્મીને બ્રાઈડની જેમ શણગારવામાં આવી છે.
એક અહેવાલ મુજબ વિક્કીના માતા-પિતાએ ભગવાન તીર્થકરની માતા વામાદેવી અને પિતા અશ્વસેન તરીકે વેશભૂષા પહેરાવી એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વીડિયોને વિક્કીના ભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.