Story behind story: ફિલ્મ Donમાં Big B સહિત ઘણાએ ફ્રીમાં કામ કર્યું હતું કારણ કે…
ઘણી ફિલ્મોની વાર્તા પાછળની વાર્તા વધારે રસપ્રદ હોય છે. હમણા જે ફિલ્મના ત્રીજા વર્ઝનની વાત ચાલી રહી છે તે ફિલ્મ ડૉન Don ઓરિજલના મેકિંગની વાત બહાર આવી છે. આ ફિલ્મના નિર્માતા હતા નરીમાન ઈરાની Nariman Irani . પોતાની પહેલી ફિલ્મ બનાવ્યા બાદ તેને તે સમયમાં 12 લાખ રૂપિયાનું મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. નરીમાન ઈરાની પર ઘણું મોટું દેવું હતું, પણ નાસીપાસ ન થતાં તેને ચૂકવવા તેમણે બીજી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું.
અહેવાલો અનુસાર તેઓ સ્ટોરી માટે સલીમ જાવેદ Salim Jhaved પાસે ગયા. ઈરાની પાસે મર્યાદિત બજેટ હતું. બે-ત્રણ મોંઘી લાગતી ફિલ્મોના આઈડિયા આપ્યા પછી સલીમ-જાવેદે ઈરાનીને એ સ્ટોરી સજેસ્ટ કરી જે કોઈ ખરીદતું ન હતું.
પટકથા લેખકની જોડીએ નરીમાન ઈરાનીને ફિલ્મ ડોનની વાર્તા ઓફર કરી હતી. તેણે ઈરાનીને કહ્યું હતું કે જો આ ફિલ્મ ચાલશે તો તે વાર્તાના પૈસા લેશે. સ્ક્રિપ્ટ લોક કર્યા બાદ નરીમાન ઈરાનીએ ફિલ્મના દિગ્દર્શક અને કલાકારોની શોધ શરૂ કરી. નિર્માતા બનતા પહેલા ઈરાનીએ અભિનેતા મનોજ કુમારની ફિલ્મ રોટી કપડા ઔર મકાનમાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેની મુલાકાત અમિતાભ બચ્ચન Amitabh Bachchan, ઝીનત અમાન Zinnat Aman અને મનોજ કુમાર Manoj Kumar ના આસિસ્ટન્ટ ડિરેક્ટર ચંદર સાથે થઈ હતી.
ઈરાનીના ત્રણેય સાથે સારા સંબંધો હતા. તેથી સ્ક્રિપ્ટ લોક કર્યા પછી, તેણે પોતાની ફિલ્મમાં કામ કરવા માટે અમિતાભ અને ઝીનતનો સંપર્ક કર્યો. ચંદરને ડિરેક્ટર તરીકે લેવામાં આવ્યા હતા. અભિનેતાઓ અને દિગ્દર્શકો જાણતા હતા કે ઈરાનીઓ કઈ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. તેણે નક્કી કર્યું કે તે કોઈપણ ફી લીધા વગર ફિલ્મ બનાવશે. હા, તમે બરાબર જ સાંભળ્યું અમિતાભ, ઝીનત અને ચંદરે ડોન DON ફિલ્મ ફ્રીમાં કરી હતી. તે સમયે નક્કી થયું હતું કે જો ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે તો જ તે તેના માટે પૈસા લેશે.
નરીમાન ઈરાનીએ ફિલ્મ ડોનની વાર્તા મનોજ કુમારને સંભળાવી હતી. મનોજે તેને પિક્ચરના સેકન્ડ હાફમાં મસ્તી ભરેલું લાઈટ સૉંગ રાખવાની સલાહ આપી હતી, જે પ્રેક્ષકોનું મનોરંજન કરે અને તેમને આ ડ્રામા ફિલ્મની હાઈ વોલ્ટેજ એક્શનમાંથી બ્રેક મળે. મનોજ કુમારની સલાહ સાંભળીને નરીમાન ઈરાની સંગીતકાર કલ્યાણ જી-આનંદ જી પાસે ગયા. આ જોડીએ ઈરાનીને ખઈકે પાન બનારસ વાલા ગીત આપ્યું હતું. આ ગીતની લોકપ્રિયસા વિશે લખવું જરૂરી છે?
જોકે , ફિલ્મ ડોન પૂરી થાય તે પહેલા જ એક ખૂબ જ દુઃખદ ઘટના બની. ફિલ્મને અહીં સુધી લાવનારા ઈરાની જ મૃત્યુ પામ્યા. કમલિસ્તાન સ્ટુડિયોમાં થયેલા અકસ્માતમાં નિર્માતાએ જીવ ગુમાવ્યો. ઈરાનીનાં પત્ની સલમા અને અન્ય લોકોએ આ ફિલ્મને પૂરી કરવા માટે જે બને તે કર્યું ને ફિલ્મ આખરે બની. ખાસ કોઈ પબ્લિસિટી થઈ નહીં, પણ દર્શકોએ એવી તો વખાણી કે તે 1978ની સુપરહીટ ફિલ્મોમાંની એક બની એટલું જ નહીં આ ફિલ્મ આજે પણ એટલી જ લાઈવ છે અને તેથી તો ફરહાન અખ્તર જેવો ડિરેક્ટર ડૉન-3 બનાવી રહ્યો છે.
ફિલ્મ કલાકારોની જેમ પદડા પાછળવા કલાકારો પણ ભારે સંઘર્ષ કરતા હોય છે, આ ફિલ્મ તેનો પુરાવો છે.