આ કોની પાછળ ભાગી રહ્યા છે Amitabh Bachchan, પત્ની Jaya Bachchan જોશે તો…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Bollywood Actor Amitabh Bachchan) જીવનના આઠ દાયકાની સફર ખેડી ચૂક્યા છે, પરંતુ આજે પણ તેમની એનર્જી, જુસ્સો અને કામ પ્રત્યેનું સમર્પણ ભલભલા જુવાનિયાઓને શરમાવે એવું છે. સોશિયલ મીડિયા પર બિગ બીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બિગ બી ભાગતા જોવા મળી રહ્યા છે. બિગ બીએ ખુદ આ વીડિયો શેર કરીને તેના ભાગવાનું કારણ જણાવ્યું છે. બિગ બીની આ પોસ્ટને નેટિઝન્સ ઈગ્નોર નહોતા કરી શક્યા. આવો જોઈએ શું છે બિગ બીનું ભાગવાનું કારણ-
સોશિયલ મીડિયા પર ખુદ બિગ બીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બચ્ચન પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં ભાગતા જોવા મળી રહ્યા છે. આ સીન બિગ બીની જ એક જૂની ફિલ્મનો છે. જેમાં તે એકદમ એનર્જી અને જોશથી ભરપૂર દેખાઈ રહ્યા છે. આ વીડિયો શેર કરીને બિગ બીએ લખ્યું છે કે અત્યારે પણ હું કામ માટે ભાગી રહ્યો છું.
આ વીડિયો જોયા બાદ નેટિઝન્સનું રિએક્શન જોવાલાયક છે. યુઝર્સ આ વીડિયો જોયા બાદ એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે બિગ બી આ ઉંમરે પણ એકદમ લાઈવલી લાગી રહ્યા છે અને નવી નવી વસ્તુઓ શીખવાનું ટાળી નથી રહ્યા છે. તેઓ આજે પણ પોતાની દમદાર એક્ટિંગ અને કેરેક્ટરથી લોકોનું દિલ જિતી લેશે.
આ પણ વાંચો : Divorce Rumors વચ્ચે Aishwarya Rai-Bachchanએ કોને કહ્યું તું મારી આત્મા છે, હું તારા માટે…
બિગ બીની આ પોસ્ટે રણવીર સિંહ સહિત અનેક લોકોને હેરાન કરી દીધા છે. રણવીર સિંહે બિગ બીની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું છે કે ધ સિગ્નેચર રનિંગ સ્ટાઈલ… આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં અમિતાભ બચ્ચને ડોનનો બેકગ્રાઉન્ડ મ્યુઝિક યુઝ કર્યું છે. અહીંયા તમારી જાણ માટે કે ડોન-થ્રીમાં રણવીર સિંહ લીડ રોલમાં જોવા મળશે. હેર સ્ટાલિસ્ટ આલિમ હાકીમે પણ આ પોસ્ટ પર રિએક્ટ કર્યું છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે બિગ બીમાં આજે પણ જોશ બરકરાર છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે શું અમિતાભ બચ્ચનને પણ કામ માંગવા જવું પડે છે?
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી છેલ્લાં ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બિગ બીએ અશ્વત્થામાનો રોલ કર્યો હતો અને તેમના કેરેક્ટરને ફિલ્મમાં સૌથી વધારે પસંદ કરવામાં આવ્યું હતું. હવે ટૂંક સમયમાં જ બિગ બી કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરતાં જોવા મળશે.