Allu Arjun સાથે સરખામણી પણ Amitabh Bachchan એ કહ્યું એમની સાથે મારી કોઈ…
હાલમાં બોક્સ ઓફિસ પર અલ્લુ અર્જુન (Allu Arjun)ની ફિલ્મ પુષ્પાઃટુ (Movie Pushpa-2)નો જાદુ છવાયેલો છે. પુષ્પાનો ક્રેઝ દર્શકો અને સેલિબ્રિટીઓ પર પણ એટલો છવાયેલો છે કે સદીના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ પર એક સ્પર્ધકે આ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો તો બિગ બીએ કહ્યું કે અરે અલ્લુ અર્જુન સાથે મારી સરખામણી ના કરશો… ચાલો જોઈએ આખરે બિગ બીએ આવું કેમ કહ્યું?
આ પણ વાંચો : 44 વર્ષેય પોતાની અદાઓથી ફેન્સને ઘાયલ કર્યા આ અભિનેત્રીએ…
સોશિયલ મીડિયા પર આ શોનો એપિસોડનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં કેબીસીના એક સ્પર્ધકે જ્યારે બિગ બી સામે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો ઉલ્લેખ કર્યો ત્યારે બિગ બીએ જણાવ્યું હતું કે અરે અલ્લુ અર્જુન સાથે મારી સરખામણી ના કરશો.. જોકે, બિગ બીએ આ વાત કોઈ ઈગોમાં કે અડોડાઈને કારણે નહીં પણ અલ્લુ અર્જુનના વખાણ કરતાં કહી હતી.
બિગ બીએ અલ્લુ અર્જુનના વખાણ કર્યા હતા અને કહ્યું કે જે લોકોએ પુષ્પા ટુ નથી જોઈ તેઓ પ્લીઝ જોઈ લો. શોમાં ભાગ લઈ રહેલી સ્પર્ધક રજની બરનીવાલે અમિતાભ બચ્ચન અને અલ્લુ અર્જુનના વખાણ કર્યા હતા. તો બિગ બીએ પણ સ્પર્ધકનો અલ્લુ અર્જુન પ્રત્યેનો પ્રેમ જોઈને તેને ચિડાવી હતી.
આ સાંભળીને રજનીએ કહ્યું કે સર હું અલ્લુ અર્જુન અને તમારી ફેન છું તો બિગ બીએ જણાવ્યું કે મારું નામ જોડવાથી કોઈ ફરક નથી પડવાનો. આગળ અલ્લુ અર્જુનલા વખાણ કરતાં તેમણે જણાવ્યું હતું કે અલ્લુ અર્જુન એક અવિશ્વસનીય અને પ્રતિભાશાળી કલાકાર છે. તેમને જે નેમ અને ફેમ મળ્યા છે એ બંનેને લાયક છે તેઓ. હું ખૂબ એમનો એક મોટો ફેન છું.
હાલમાં જ એમની ફિલ્મ પુષ્પા ટુ રિલીઝ થઈ છે અને જો તમારામાંથી કોઈએ આ ફિલ્મ નથી જોઈ તો જોઈ આવો. પણ મારી એમની સાથે સરખામણી ના કરશો.
આ પણ વાંચો : Pushpa-2 Stampede Case: અલ્લુ અર્જુન આજે મુખ્ય પ્રધાનને મળશે, આ મુદ્દે થઇ શકે છે ચર્ચા
અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્પા ટુના પ્રમોશન ઈવેન્ટ દરમિયાન જ્યારે અલ્લુ અર્જુનને પૂછવામાં આવ્યું કે તે બોલીવૂડના કયા એક્ટરથી ઈન્સપાયર થાય છે તો આ સવાલના જવાબમાં અલ્લુ અર્જુને જણાવ્યું હતું કે મને અમિતાભ બચ્ચને ખૂબ જ પ્રેરણા આપી છે. હું એમની ફિલ્મો જોઈને જ મોટો થયો છું. જો મને એક શબ્દમાં કહેવું હશે તો હું એવું કહીશ કે હું બિગ બીનો ફેન છું…