મનોરંજન

આરાધ્યાના જન્મદિવસે દાદા અમિતાભ બચ્ચન થયા ‘ભાવુક’, લખી મજેદાર વાત…

મુંબઈ: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની દીકરાની દીકરી આરાધ્યા બચ્ચન આજે 14 વર્ષની થઈ ગઈ છે. આ વિશેષ અવસર પર તેમના દાદા અમિતાભે એક ભાવુક વ્લોગ લખીને તેને આગામી વરીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વ્લોગમાં બિગ બીએ આરાધ્યાના બર્થ-ડેની શુભેચ્છા સાથે પોતાના જીવનના અનુભવોને વાગોળ્યા હતા.

અમિતાભ બચ્ચને પોતાના વ્લોગમાં લખ્યું છે કે ‘આરાધ્યાના જન્મની પૂર્વસંધ્યા પર શુભેચ્છાઓ. આપણા દરેકના અંદરનું બાળક સમય સાથે મોટું થાય છે અને આપણે તેને અભિનંદન આપીએ છીએ. મારી પ્રિય વ્યક્તિના જન્મની સવાર છે અને અમે તેના માટે પ્રાર્થના કરીએ. તમામ આશીર્વાદ તેના પર વરસે.’

Aaradhya

બિગ બીએ વ્લોગમાં આગળ લખ્યું હતું કે ‘છેલ્લા દિવસોમાં નુકસાનનું દુઃખ ખૂબ ગહન રહ્યું છે, પરંતુ જીવન આગળ વધતું રહે છે તેમ જ જીવન અને સમયના નિયમ મુજબ થાય છે. અમારી પ્રાર્થનાઓ અવિરત ચાલુ છે. અમે જીવીએ છીએ, અનુભવ કરીએ છીએ, મક્કમ રહીએ છીએ અને જીવનના અવરોધોને પાર કરીએ છીએ પણ આ અમારો વિશ્વાસ છે અને આ ક્રમ ચાલુ રહેશે.’ તેઓના આ શબ્દો તેમની જીવનદૃષ્ટિને પ્રતિબિંબિત કરે છે.

અમિતાભ બચ્ચન હમણા જ અવસાન પામેલા પીઢ અભિનેત્રી કામિની કૌશલના નિધન અંગે દુઃખ વ્યક્ત વ્યક્ત કર્યું હતું. કામિની કૌશલના ફિલ્મી યોગદાન અને પરિવાર સાથેની નિકટતા અંગે મહત્ત્વની વાત જણાવી હતી. તેમણે લખ્યું હતું કે ‘તેઓ પ્રેમાળ અને પ્રતિભાશાળી કલાકાર હતા. તેમના નિધનથી એક મહાન યાદોના યુગનો અંત આવ્યો, જે ફિલ્મ જગત અને મિત્રો માટે મોટું નુકસાન છે. એક પછી એક તેઓ અમને છોડીને જઈ રહ્યા છે, આ ખૂબ દુઃખદ ક્ષણ છે જેમાં માત્ર શોક અને પ્રાર્થના છે.

આ પણ વાંચો…દિગ્ગજ અને વયોવૃદ્ધ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન, ધર્મેન્દ્ર સાથે છે ખાસ કનેક્શન…

અહીં એ જણાવવાનું કે બિગ બીએ પોતાના બ્લોગમાં એક સાથે બે વાત કરી છે, જેમાં એક ખુશીની વાત શેર કરી, જ્યારે બીજી વર્તમાન પરિસ્થિતિની પણ. રહી વાત દીકરા અભિષેકની દીકરીની તો ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન 2007માં થયા હતા અને ચાર વર્ષ પછી 16 નવેમ્બર 2011માં ઐશ્વર્યાએ પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button