મોટી જાહેરાત! આલિયા-રણબીર કપૂર-વિકી કૌશલ આ ત્રણેય કલાકારો એકસાથે Love and War ફિલ્મમાં જોવા મળશે..
Sanjay Leela Bhansali’s ‘Love and War’: છેલ્લા ઘણા સમયથી સંજય લીલા ભણસાલીની કોઇ ફિલ્મ પડદા પર દેખાઇ નહોતી, જો કે તેઓ તેમની વેબ સિરીઝ સહિતના અન્ય પ્રોજેક્ટ્સમાં બિઝી હતા. હવે તેમણે સત્તાવાર જાહેરાત કરી છે કે તેઓ Love and War નામની એક ફિલ્મ બનાવી રહ્યા છે જેમાં બોલીવુડના ખ્યાતનામ કલાકારો આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલને લેવાની યોજના છે.
પહેલા પણ આ ત્રણેય એકસાથે કોઇ ફિલ્મ કરી રહ્યા હોવાની અટકળો હતી જ, અને હવે આ સમાચારને સત્તાવાર સમર્થન મળી ગયું છે. આ એક મોડર્ન યુગની રોમેન્ટિક કહાણી હશે. Sanjay Leela Bhansali પોતે જ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. ભણસાલી બોલીવુડના એવા દિગ્દર્શક છે જેની સાથે દરેક અભિનેતા કામ કરવા ઇચ્છે છે. તેઓ કોઇપણ કલાકારની કારકિર્દીને વેગ આપી શકે છે. એક અભિનેતામાંથી શ્રેષ્ઠ અભિનય કઇ રીતે બહાર લાવી શકાય તે બાબત નવોદિત દિગ્દર્શકોએ તેમના પાસેથી શીખવા જેવી છે.
આ પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકાયા બાદ દરેક લોકો ફિલ્મને પગલે ઉત્સાહિત થઇ ગયા છે. વિકી કૌશલ પહેલીવાર ભણસાલીની ફિલ્મમાં કામ કરી રહ્યો છે, જ્યારે રણબીર અને આલિયા બીજીવાર ભણસાલીના નિર્દેશનમાં રસપ્રદ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે.