ભૂમિ પેડનેકરે બહેન સાથે કર્યું ટ્વિનિંગ, પણ વીડિયો જોઈને લોકોએ કર્યા ટ્રોલ
મુંબઈ: બૉલીવૂડમાં અભિનેત્રીઓએ પ્લાસ્ટિક સર્જરી કરવી છે એવું કહી લોકો તેમને ટ્રોલ કરતાં હોય છે. જોકે હવે હાલમાં બૉલીવૂડની જાણીતી અભિનેત્રી ભૂમિ પેડનેકર અને તેની બહેન સમીક્ષાને પણ સોશિયલ મીડિયા પર લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં ભૂમિ અને તેની બહેન સમીક્ષાએ સોશિયલ મીડિયા પર એક મેક આપ કરવાનો વીડિયો શેર કર્યો છે, જેને લઈને હવે તેઓ ટ્રેલ થઈ રહ્યા છે.
ઇનસ્ટાગ્રામ પર અભિનેત્રી ભૂમિ પેડનેકરે તેની બહેન સમીક્ષા પેડનેકર સાથે એક ટ્વિનિંગ કરવાનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ભૂમિ અને સમીક્ષા બંને એક જેવા જ દેખાઈ રહ્યા છે. ભૂમિ અને તેની બહેન લિપસ્ટિક લગાવી રહી છે. આ વીડિયોના કેપ્શનમાં ‘હું અને મારી બેસ્ટ ફ્રેન્ડ’ એવું લખવામાં આવ્યું છે.
ભૂમિ પેડનેકર અને સમીક્ષા પેડનેકરનો ટ્વિનિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો અમુક લોકોને ખૂબ જ ગમ્યો છે તો કેટલાક લોકોએ ભૂમિ અને સમીક્ષાને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ બંનેમાં ભૂમિ કોણ અને સમીક્ષા કોણ છે તે સમજાતું નથી. તો બીજાએ લખ્યું કે બંને જુડવા જ છો.
જોકે અમુલ લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એકે લખ્યું હતું કે જ્યારે બંને બહેનોએ એક જ સર્જન પાસેથી પ્લાસ્ટિક સર્જરી કરાવી હોય, ત્યારે આવું થાય છે. આ કમેન્ટના જવાબમાં સમીક્ષાએ લખ્યું કે અમારા બંનેના માતા-પિતા એક જ હોઈ શકે છે. તો બીજાએ લખ્યું પ્લાસ્ટિકમાં જીવન અદ્ભુત છે’. તો સમીક્ષાએ પૂછ્યું – ‘શુંપ્લાસ્ટિક?.
ભૂમિ બૉલીવૂડમાં તેના અભિયાન માટે જાણીતી છે. છેલ્લે ‘ભક્ષક’ ફિલ્મમાં ભૂમિએ એક પત્રકારનો રોલ કર્યો હતો જેમાં તે નાની બાળકીની મદદ કરે છે. આ ફિલ્મમાં ભૂમિના અભિનએ લાઈમ લાઇટ સમેટી હતી, અને લોકોને પણ તેની એક્ટિંગ અને રોલ ગમ્યો હતો.