મનોરંજન

ભૂલ ચૂક માફ, એસ અને કેસરી વીરના એક સાથે થિયેટરમાં ધામા! કોણે કરી સૌથી વધારે કમાણી?

સિનેમાઘરોમાં અત્યારે ત્રણ નવી ફિલ્મો રિલિઝ થઈ છે. જેથી લોકો પણ વિચારી રહ્યા છે કે કઈ ફિલ્મ જોવા માટે જવું? 23 મે શુક્રવારે રાજકુમાર રાવ (Rajkumar Rao) અને વામિકા ગબ્બી (Wamiqa Gabbi)ની ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ (Bhool Chuk Maaf ) સિનેમાઘરોમાં રિલિઝ થઈ હતી. તો સામે સૂરજ પંચોલી (Sooraj Pancholi) અને સુનીલ શેટ્ટી (Suniel Shetty) સ્ટારર પીરિયડ ડ્રામા ફિલ્મ ‘કેસરી વીર’ (Kesari Veer) અને સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ (Vijay Sethupathi)ની ફિલ્મ ‘એસ’ (Ace)એ પણ સિનેમાઘરોમાં દસ્તક દીધી છે. આ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી શકે છે, તો ચાલો જાણીએ કે પહેલા દિવસે કઈ ફિલ્મે સૌથી વધુ કમાણી કરી….

‘ભૂલ ચૂક માફ’એ પહેલા દિવસે 6.75 કરોડ રૂપિયાની કમાણી કરી
રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ની લોકો ઘણાં સમયથી રાહ જોઈ રહ્યાં હતા. આખરે 23મી મેના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલિઝ થઈ હતી. કમાણીની વાત કરવામાં આવે તો, ‘ભૂલ ચૂક માફ’એ પહેલા દિવસે 6.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ થયું હતું, આ ફિલ્મની 17 હજાર ટિકિટનું એડવાન્સ બુકિંગ થયું હતું.

‘એસ’એ પણ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી
કમાણીમાં સાઉથની ફિલ્મો પણ જોરદાર કમાણી કરે છે. દક્ષિણના સુપરસ્ટાર વિજય સેતુપતિની ફિલ્મ ‘એસ’ સિનેમાઘરોમાં રિલિઝ થઈ ગઈ છે. એક્શન, કોમેડી અને રોમાંસથી ભરપૂર આ ફિલ્મનું દિગ્દર્શન અરુમુગા કુમારે કર્યું છે. આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ તે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી ન હતી. મીડિયા રિપોર્ટ્સ ‘એસ’ એ પહેલા દિવસે કુલ 1 કરોડ રૂપિયાની કમાણી સાથે ખાતું ખોલ્યું હતું. હવે કમાણીમાં વધારો થયા તેવી આશા છે.

પહેલા દિવસે માત્ર 25 લાખ રૂપિયાની કમાણી
અન્ય ફિલ્મની વાત કરવામાં આવે તો, અભિનેતા સૂરજ પંચોલીએ પીરિયડ ડ્રામા ફિલ્મ ‘કેસરી વીર’ થી વાપસી કરી છે. આ ફિલ્મમાં તેમના સિવાય સુનીલ શેટ્ટી અને વિવેક ઓબેરોય પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. જોકે, આ ફિલ્મનો શરૂઆતનો દિવસ ખૂબ જ નિરાશાજનક રહ્યો કારણ કે, ખાસ કઈ કમાણી કરી નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મ ‘કેસરી વીર’ પહેલા દિવસે કુલ 25 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ વધારે કમાણી કરશે કે પછી ફ્લોપ જશે? તે હવે થોડા દિવસોમાં જાણી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button