મનોરંજન

Box Office Collection: ‘ભૂલ ભુલૈયા 3’ Rs. 250 કરોડની ક્લબમાં સામેલ

દિવાળીના અવસરે રિલીઝ થયેલી અનીસ બઝમીની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’એ બોક્સ ઓફિસ પર વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને હજી પણ ધૂમ મચાવી રહી છે. ફિલ્મના 27 દિવસનું કલેક્શન સામે આવ્યું છે અને ફિલ્મ રૂ. 250 કરોડની ક્લબમાં સામેલ થઇ ગઇ છે. અજય દેવગનની સિંઘમ અગેઈન પણ ભૂલ ભુલૈયા 3 સાથે જ રિલીઝ કરવામાં આવી હતી, પણ કાર્તિકની આ ફિલ્મે અજયની ફિલ્મને પાછળ છોડી દીધી છે અને તે 250 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
ભૂલ ભુલૈયા 3 ફિલ્મ પહેલી નવેમ્બરે રિલીઝ થઇ હતી. ફિલ્મને રિલીઝ થયાને 27 દિવસ થઇ ગયા છે. ફિલ્મ ઘણી લોકપ્રિય થઇ છે. 27માં દિવસે ફિલ્મે લગભગ એક કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે અને ફિલ્મનું કુલ કલેક્શન 250.10 કરોડ થઈ ગયું છે અને હવે ‘ભૂલ ભૂલૈયા 3’ 250 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

ભૂલ ભુલૈયા 3 રિલીઝ થયાને 27 દિવસ થઈ ગયા છે. ફિલ્મનું 27માં દિવસનું કલેક્શન બહાર આવ્યું છે અને આ ફિલ્મ હવે આખી દુનિયામાં લોકપ્રિય થઈ ગઈ છે. સેકનિલ્કના અહેવાલ મુજબ, ભૂલ ભૂલૈયા 3 એ 27માં દિવસે લગભગ 1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જે બાદ ફિલ્મનું કુલ કલેક્શન 250.10 કરોડ થઈ ગયું છે. આ સાથે ‘ભૂલ ભૂલૈયા 3’ 250 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

‘ભૂલ ભુલૈયા 3’ ની વિશ્વભરની કમાણીની વાત કરીએ તો ફિલ્મે 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે. કાર્તિક આર્યને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે અને ‘ભૂલ ભુલૈયા 3’ના લેટેસ્ટ કલેક્શન વિશે માહિતી આપી છે.

આ પણ વાંચો : કૉપ યુનિવર્સિટીની સિંઘમ અગેઈન કરતા રૂહ બાબાની ભૂલભુલૈયા આગળ…


ભૂલ ભૂલૈયા 3 નું કુલ બજેટ રૂ. 150 કરોડ હતું અને ફિલ્મે વિશ્વભરમાંથી 400 કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. આનો મતલબ એ થયો કે ફિલ્મ ઘણી જ હિટ થઇ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button