
ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દર થોડાક સમયે તે પોતાના લૂક્સને કારણે ચર્ચામાં પણ રહેલી હોય છે. તે અવારનવાર ફેન્સ સાથે પોતાના વીડિયો અને ફોટો શેર કરતી હોય છે. હવે ફરી એક વખત મોનાલિસા તેની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે લાઈમલાઈટમાં આવી ગઈ છે અને તે એરપોર્ટ પર કંઈક એવું કરતી જોવા મળી રહી છે ફેન્સ તેના ફોટો પરથી નજર નથી હટાવી શક્યા.

એક્ટ્રેસે હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે અને આ ફોટો શેર કરતાંની સાથે જ ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં મોનાલિસા એકથી ચઢિયાતા એક પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ મોનાલિસાના ફોટો પરથી પળવાર માટે પણ નજર હટાવી શક્યા નહોતા.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલાં આ ફોટોમાં મોનાલિસા બ્લેક કલરના આઉટફિટમાં કમાલની સુંદર લાગી રહી છે. એટલું જ નહીં આ ફોટો એરપોર્ટ પરના હોવાનું કહેવાઈ રહ્યું છે અને એકાદ ફોટોમાં તો મોનાલિસા તડકો ખાતી પણ જોવા મળી રહી છે. મોનાલિસાના આ ફોટો પર ફેન્સ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં એક્ટ્રેસ પૂલ સાઈડના પોતાના બોલ્ડ અને હાર્ટબીટ વધારી નાખતા ફોટો શેર કરી ચૂકી છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ ભોજપૂરી એક્ટ્રેસે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં મોનાલિસા ડાન્સ કરતી જોવા મળી હતી. એ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ તૂફાન વાઈરલ થયો હતો.