મનોરંજન

આ Actressને છે Chirag Paswan પર ક્રશ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેર કરી ફિલિંગ્સ તો…

લોકસભાની ચૂંટણી-2024ના પરિણામો આવી ગયા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ સતત ત્રીજી વખત વડા પ્રધાનપદના શપથ લીધા પરંતુ આ બધા વચ્ચે સૌથી વધુ ચર્ચામાં અને સોશિયલ મીડિયા પર કોઈ પોલિટિશિયનની ચર્ચા થઈ હોય તો તે છે લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ અને હાજીપુરથી નવા ચૂંટાયેલા સાંસદ ચિરાગ પાસવાન (Lok Janshakti Party’s President Chirag paswan).

રાતોરાત સોશિયલ મીડિયા પર ચિરાગની પાસવાનની ફીમેલ ફેનફોલોઈંગ વધી ગઈ છે અને છોકરીઓ તેના લૂક્સ પાછળ ગાંડી થઈ ગઈ છે. પોતાના સૌમ્ય સ્વભાવ અને ક્યૂટ એક્સપ્રેશન, સ્માઈલથી લોકોના દિલ જિતી લેનારા હેન્ડસમ પોલિટીશિયન પર એક્ટ્રેસ દિલ હારી બેઠી છે. એટલું જ નહીં આ એક્ટ્રેસે તો પોતાના મનની વાત ચિરાગ સામે રજૂ પણ કરી દીધી છે. આવો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ અને તેણે ચિરાગને પ્રપોઝ કરતાં શું કહ્યું છે તે- આ એક્ટ્રેસ છે ભોજપૂરી ફિલ્મની નિશા દૂબે (Bhojpuri Actress Nisha Dubey). નિશાએ સોશિયલ મીડિયા પર ચિરાગ માટેની પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ચિરાગ પાસવાન મારો ક્રશ છે અને તે ખૂબ જ ક્યુટ છે. એટલું જ નહીં પણ નિશાએ ચિરાગનો એક પણ વીડિયો પણ શેર કર્યો છે અને આ વીડિયોમાં ચિરાગની એક ઝલક જોવા મળી રહી છે. આ વીડિયોમાં ચિરાગ મંત્રીપદની શપથ લઈ રહ્યો છે. નિશાએ આ વીડિયો શેર કરીને લખ્યું છે કે ક્રશ… અરે યાર આ માણસ આટલો ક્યૂટ કેમ છે?

આ પણ વાંચો: જ્યારે કંગના ચિરાગ પાસવાનની બાજુમાંથી પસાર થઈ ત્યારે……

નિશાની આ પોસ્ટ પર નેટિઝન્સે લાઈક અને કમેન્ટનો વરસાદ કરી દીધો છે અને કેટલાક વધારે પડતાં ઉત્સાહી યુઝર્સે તો તેને ચિરાગ પાસવાન સાથે લગ્ન કરવાની સલાહ પણ આપી દીધી છે, તો વળી કેટલાક યુઝર્સ નિશાની લાગણી પર સવાલ ઉઠાવતા એવો સવાલ પણ કરી રહ્યા છે કે તો પછી જ્યાં સુધી ચિરાગ મિનિસ્ટર નહોતો બન્યો ત્યાં સુધી તેના પર ક્રશ નહોતો કે?

નિશા દૂબે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક જાણીતી એક્ટ્રેસ છે અને તે આઈએએસ ઓફિસર બનવા માંગતી હતી. જોકે, નસીબને કંઈક અલગ જ મંજૂર હતું અને તે એક્ટ્રેસ બની ગઈ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button