
સોશિયલ મીડિયાની ચમકતી દુનિયામાં લાખો લોકોના દિલ જીતનાર એક નામ, જે ભોજપુરી ફિલ્મોનો સ્ટાર અને આઈપીએલનો ભોજપુરી કોમેન્ટેટર તરીકે ઓળખાયો, આજે કાયદાના ગંભીર આરોપોના ઘેરામાં ફસાયો છે. ગાઝિયાબાદની ખોડા પોલીસે યૂટ્યૂબર અને અભિનેતા મની મેરાજને પટનાથી ધરપકડ કરી છે. એક મહિલા યૂટ્યૂબરે તેની સામે બળાત્કાર, ધર્મ પરિવર્તનનું દબાણ, ગર્ભપાત અને આર્થિક છેતરપિંડી જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે ગાઝિયાબાદની ખોડા પોલીસે 18 સપ્ટેમ્બરે એક મહિલા યૂટ્યૂબરની ફરિયાદના આધારે મની મેરાજ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પોલીસે તેને પટનાથી ઝડપી લીધો અને ટ્રાન્ઝિટ રિમાન્ડમાં ગાઝિયાબાદ લાવ્યા. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે મેરાજે પોતાની ખરી ઓળખ છુપાવીને તેની સાથે મિત્રતા કરી, નશીલું પદાર્થ આપીને બેહોશ કર્યું અને લગ્નની લાલચે બળાત્કાર અને અપ્રાકૃતિક સંબંધો બાંધ્યા. આ ઉપરાંત, તેના પર ધર્મ પરિવર્તન, ગર્ભપાત અને આર્થિક શોષણનો દબાણ કરવાનો આરોપ છે.

મની મેરાજ, જેનું નામ આજે ભોજપુરી ફિલ્મો અને સોશિયલ મીડિયામાં ગુંજે છે, તે એક સમયે મરઘા કાપવાનું કામ કરતો હતો. સોશિયલ મીડિયા પર કોમેડી વીડિયો બનાવીને તેણે કરોડો લોકોનો પ્રેમ મેળવ્યો, જેના પગલે તે ભોજપુરી ફિલ્મોમાં અભિનય કરવા લાગ્યો. તાજેતરમાં તેની એક ફિલ્મ રીલીઝ થઈ હતી, અને તેણે જિયો ટીવી પર આઈપીએલમાં ભોજપુરી ભાષામાં કોમેન્ટ્રી પણ કરી હતી.
પીડિત મહિલાએ જણાવ્યું કે મની મેરાજે છેલ્લા ત્રણ વર્ષથી તેનું શોષણ કર્યું અને લાખો રૂપિયા પણ ઠગ્યા. તેના અને તેના પરિવારે મહિલાને બીફ ખાવા અને કલમા વાંચવા માટે દબાણ કર્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. એસીપી ઈન્દિરાપુરમ અભિષેક શ્રીવાસ્તવે જણાવ્યું કે પોલીસે આ કેસને ‘લવ જિહાદ’ના ખૂણાથી પણ તપાસી રહી છે. હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે, અને કેસની વધુ વિગતો ટૂંક સમયમાં સામે આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો…પવન સિંહની હરકતોથી દુઃખી થઈને અભિનેત્રી અંજલી રાઘવે લીધો ચોંકાવનારો નિર્ણય: ભોજપુરી સિનેમા છોડશે