યુ ટ્યૂબની પોતાની કમાણીથી છક્ક થઈ ગઈ કોમેડિયન ભારતી સિંહ

ભારતી સિંહને આજે કોણ નથી ઓળખતું. તે ઘરઘરમાં કોમેડી કવિન તરીકે જાણીતી છે. તેણે પોતાની કારકિર્દીમાં ઘણા સંઘર્ષનો સામનો કર્યો છે સાથે પોતાના અંગત જીવનમાં પણ ઘણા ઉતાર-ચઢાવ અને ગરીબી જોઈ છે, પરંતુ આજે તે કરોડો રૂપિયા કમાઈ રહી છે. ભારતીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં તે ટીવી અને યુટ્યુબથી કેટલી કમાણી કરે છે અને તેની જીવનશૈલી કેવી છે તે અંગે મન મૂકીને વાત કરી હતી. ભારતીએ પોતે સ્વીકાર્યું હતું કે યુ ટ્યૂબ આટલી કમાણી કરાવી આપશે તેની તેને પણ જાણ ન હતી.
જ્યારે ભારતી સિંહ 2 વર્ષની હતી, ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. તેની માતાએ તેનો અને તેના ભાઈ-બહેનોનો એકલા હાથે ઉછેર કર્યો. ભારતીએ ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે એક સમય એવો હતો જ્યારે તેમની પાસે ખાવા માટે પણ કંઈ નહોતું. માતાએ બીજાના ઘરે કામ કરીને તેમને મોટા કર્યા અને તેઓ વધ્યુંઘટ્યું ખાઈને ગુજરાન ચલાવતા અને આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ભારતી સિંહ દેશની ટોચની ફીમેલ કોમેડિયન અને હોસ્ટ છે. તે કરોડો કમાઈ રહી છે અને વૈભવી જીવન જીવી રહી છે. પોતાની સાથે, ભારતીએ તેના પરિવારને પણ જાણીતો કરી દીધો છે.
ભારતી સિંહે બે વર્ષ પહેલાં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. એક પોડકાસ્ટમાં ભારતીને પૂછવામાં આવ્યું હતું કે જો તમે 100 રૂપિયા કમાવો છો, તો ટીવીમાંથી કેટલું આવે છે અને યુટ્યુબમાંથી કેટલું? તો ભારતીએ કહ્યું કે મારી આવકનો 60% ભાગ ટીવીમાંથી અને 40% ભાગ યુટ્યુબમાંથી આવે છે. હું સખત મહેનત પણ કરું છું.
ભારતીએ આગળ કહ્યું જો તમે યુટ્યુબ પર પ્રામાણિકપણે કામ કરો છો, તો સફળતા મળે જ છે. હું યુટ્યુબ પર એક મહિનામાં જેટલી કમાણી કરું છું તેટલી ટીવી પર એક દિવસમાં કમાઈ શકું છું. મને બંને માધ્યમો ગમે છે.
ભારતીએ આગળ યુટ્યુબ ચેનલ શરૂ કરવાનું કારણ સમજાવતા કહ્યું કે, ‘હર્ષ કહેતો હતો કે ભારતી,ભવિષ્યમાં ટીવી બંધ થઈ જશે . કોઈ ટીવી જોશે નહીં. ચાલ યુટ્યુબ પર સાથે કંઈક કરીએ. જ્યારે મેં વ્લોગિંગ કરવાનું શરૂ કર્યું, ત્યારે મને થયું કે મારે મારું જીવન કોઈને કેમ બતાવવું જોઈએ. અને જ્યારે મેં તે શરુ કર્યું, ત્યારે મને મજા આવવા લાગી. લોકોએ ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. મને પ્રેમ મળવા લાગ્યો. અને પછી જ્યારે મને પૈસા મળવા લાગ્યા, ત્યારે હું તેને વધુ પ્રેમ કરવા લાગી.
ભારતી એક બિઝનેસવુમન પણ છે. અમૃતસરમાં તેની મિનરલ વોટર ફેક્ટરી છે અને તેમણે ઘણા લોકોને રોજગાર આપ્યો છે. હાલમાં, ભારતીની કુલ સંપત્તિ 25-30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આપણ વાંચો: Nita Ambani નહીં, આ કોના ઈશારે ચાલી રહ્યા છે Mukesh Ambani? વીડિયો થયો વાઈરલ…