મનોરંજન

બીજા દીકરા કાજુના જન્મ પર કોમેડી ક્વીન ભારતી સિંહે આપ્યું ચોંકાવનારું રિએક્શન, કહ્યું વિચાર્યું હતું કે…

કોમેડી ક્વીન ભારતી સિંહ રાઈટ કોમિક ટાઈમિંગ અને મિલનસાર સ્વભાવની સાથે કામને લઈને તેના ડેડિકેશન માટે જાણીતી છે. કોમેડી ક્વીન બીજી ડિલીવરીના 20 દિવસની અંદર જ ટીવી શો લાફ્ટર શેફ્સના સેટ પર પાછી ફરી છે. અહીંયા તમારી જાણ માટે કે ભારતીએ 19મી ડિસેમ્બરના તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. જે સમયે ભારતીને લેબર પેન થયું એ સમયે પણ તે લાફટર શેફ્ટ સિઝન-3ના સેટ પર જ હતી. બીજા દીકરાના જન્મ પર ભારતી સિંહે પહેલી જ વખત પ્રતિક્રિયા આપી છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, ચાલો જોઈએ શું કહ્યું છે ભારતીએ…

2026ની શરુઆત થઈ ગઈ છે અને એની સાથે જ કૂકિંગ શો લાફ્ટર શેફ્સની ત્રીજી સિઝનનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. આ શોમાં કૃષ્ણા અભિષેક, કરણ કુન્દ્રા અને એલ્વિશ યાદવ જેવા સ્ટાર્સની હાજરી હોવા છતાં, પણ જેટલી લાઈમલાઈટ હોસ્ટ ભારતી સિંહે લૂંટી છે, એટલી કોઈએ નથી લૂંટી. બીજા દીકરાના જન્મના 20 દિવસ બાદથી જ ભારતીએ પાછું કામ શરૂ કરી દીધું છે. દીકરાના જન્મની ખુશીમાં લાફ્ટર શેફ્સના સેટ પર પહોંચેલી ભારતીએ સેટ પર હાજર રહેલા તમામ પેપ્ઝનું મોઢું મીઠું કરાવ્યું હતું.

પેપ્ઝ સાથેની ધીંગામસ્તીમાં ભારતીએ પોતાના બીજા દીકરા કે જેનું હુલામણું નામ કાજુને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. વાત જાણે એમ છે કે પેપ્ઝે ભારતી સમક્ષ કાજુને મળવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ભારતીએ મજાકમાં કહ્યું, ગોલા અને કાજુ અત્યારે ઘરે છે. તમે જ્યારે કેમેરા વગર મળવા આવશો ત્યારે ચોક્કસ કાજુ સાથે મુલાકાત કરાવીશ…

હર હંમેશની જેમ મજાકિયા અંદાજમાં ભારતીએ પોતાના બીજા દીકરાના જન્મ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે વિચાર્યું હતું કિશમીશ આવશે, પણ કાજુ આવી ગયો… આ દરમિયાન એક પેપ્ઝે ભારતીને કહ્યું કે કાજુ પછી હવે કિશમિશ પણ આવશે, ત્યારે ભારતી ચોંકી ગઈ હતી. પેપ્ઝને હસતા હસતા ભારતીએ જવાબ આપ્યો હતો કે શું હું આ જ કરતી રહું? મારે શૂટિંગ પણ કરવાનું છે ને! અત્યારે ગોલા અને કાજુ જ બસ છે. જોકે, અંતમાં તેણે મજાકમાં પતિ હર્ષને જવાબદાર ઠેરવતા કહ્યું કે, “અમે પ્રયત્ન ચાલુ રાખીશું”, જે સાંભળીને બધા હસી પડ્યા હતા.

ભારતી અને હર્ષની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા 2017માં લગ્ન કર્યા હતા અને લગ્નના પાંચ વર્ષ બાગ એટલે કે એપ્રિલ, 2022માં ભારતીએ પ્રથમ પુત્ર લક્ષ્ય (ગોલા) ને જન્મ આપ્યો હતો. લક્ષ્યના જન્મના ત્રણ વર્ષ બાદ 19મી ડિસેમ્બર 2025ના રોજ ભારતી ફરી એકવાર માતા બની છે. હજી સુધી ભારતીએ બીજા દીકરાનું નામ કે ફેસ બંને રીવિલ નથી કર્યા.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button