Bharti Singh – Harsh Limbachiyaaના ઘરે થઈ નવા મહેમાનની એન્ટ્રી… પોસ્ટ કરીને આપી માહિતી…
Bharti Singh – Harsh Limbachiyaa ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ફેમસ અને ફેવરેટ કપલમાંથી એક છે. બંને જણ દર થોડાક સમયે કોઈને કોઈ શોમાં એન્કરિંગ કરતાં જોવા મળે છે કે પછી કોઈને કોઈ રિયાલિટી ટીવી શોમાં જજ તરીકે જોવા મળી જ જાય છે.
હવે આ કપલને લઈને જ એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. આ કપલ હવે ત્રણમાંથી ચાર થઈ ગયું છે… અહં… તમે કંઈ પણ ખોટું સમજો એ પહેલાં તમને જણાવી દઈએ કે ભાઈ કપલે પોતાની નવી ડ્રીમ કાર લીધી છે અને આ રીતે તેમના પરિવારમાં એક નવા સભ્યની એન્ટ્રી થઈ છે.
હર્ષે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો પોસ્ટ કરીને આ બાબતની માહિતી આપી હતી. વાત જાણે એમ છે કે કપલે હાલમાં જ એક લક્ઝરી કાર ખરીદી છે. અહીંયા તમારી જાણ માટે કે હર્ષની આ કારની કિંમત આશરે 2.96 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
હર્ષે જેવું કારનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો એટલે તરત ફેન્સે તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. હર્ષે આ કારનો ફોટો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે મારી નવી કાર, મારી હેપ્પી પ્લેસ…
અત્રે ઉલ્લેખનીય છે કે કપલ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના દીકરા ગોલા સાથે ફોટો અને વીડિયો શેર કરતાં હોય છે. હાલમાં જ ભારતી એરપોર્ટ પર તેના દીકરા ગોલા સાથે સ્પોટ થઈ હતી જ્યાં ગોલા પેપ્ઝ સાથે રમતો પણ જોવા મળ્યો હતો. ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો હતો.