મનોરંજન

બધાઈ હો… કોમેડિયન ભારતી સિંહે આપ્યો દીકરાને જન્મ, શૂટિંગ પહેલાં ખસેડાઈ હોસ્પિટલ…

ભારતીય કોમેડિયન ભારતી સિંહના ઘરે નાનકડાં મહેમાનનું આગમન થયું છે. 41 વર્ષની ઉંમરે કોમેડિયન બીજી વખત માતા બની છે. 19મી ડિસેમ્બરના રોજ સવારે ભારતીએ દીકરાને જન્મ આપ્યો છે. આજે સવારે ભારતી લાફ્ટર શેફ્સની શૂટિંગ કરવાની હતી, પરંતુ વોટર બેગ બ્રેક થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ભારતીએ દીકરાને જન્મ આપ્યો હતો.

કોમેડિયન ભારતી સિંહ હાલમાં લાફ્ટર શેફનું શૂટિંગ કરી રહી છેઅને ગર્ભાવસ્થામાં પણ તેણે પોતાનું કામ ચાલું રાખ્યું હતું. દરમિયાન આજે સવારે મુંબઈની એક હોસ્પિટલમાં ભારતીએ બીજી વખત દીકરાને જન્મ આપ્યો છે. ફેન્સ ભારતી અને તેના પતિ હર્ષ લિંબાચિયાને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. લિંબાચિયા અને સિંહ પરિવારમાં હાલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારતી અને હર્ષે 2017માં લગ્ન કર્યા હતા અને લગ્નના પાંચ વર્ષ બાદ એટલે કે 2022માં દીકરા ગોલાને જન્મ આપ્યો હતો. ગોલાનું સાચું નામ લક્ષ્ય છે. ગોલાના જન્મના થોડાક સમય બાદ જ ભારતીએ બીજા બેબીની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, અનેક ઈન્ટરવ્યુમાં ભારતીએ પોતે દીકરીને ઝંખે છે એવી ઈચ્છા વ્યક્ત કરી છે.

ભારતીએ પોતાના કોમેડી બ્લોગમાં પણ એક વખત જણાવ્યું હતું કે મારી ઈચ્છા છે કે મને દીકરી થાય અને ગોલા પછી તેને ગોલી મળે. ભારતીએ બ્લોગમાં જણાવ્યું હતું કે હું પણ દીપિકા પદુકોણની જેમ મારી દીકરી લહેંગો પહેરાવીશ. પરંતુ પુત્ર જન્મ બાદ હવે ભારતીની દીકરીને જન્મ આપવાની ઈચ્છા અધૂરી રહી ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીએ પૂરી પ્રેગ્નન્સી દરમિયાન કામ કર્યું છે અને હાલમાં પણ તે કોમેડી કૂકિંગ શો લાફ્ટર શેફના ત્રીજી સિઝનની શૂટિંગમાં વ્યસ્ત હતી. ફેન્સ પણ કોમેડિયનની પ્રેગ્નન્સી દરમિયાન એક્ટિવ રહેવા માટે વખાણ કરી રહ્યા છે. ભારતી પ્રેગ્નન્સી દરમિયાન શૂટ, વ્લોગ વગેરેમાં બિઝી રહેતી હતી. હાલમાં થોડાક દિવસ પહેલાં તેમણે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું.

ભારતીનું હેવી બેબી બંપ જોઈને ફેન્સ અને લોકો એવો અંદાજ લગાવી રહ્યા હતા કે તે જૂડવા બાળકોને જન્મ આપશે. ભારતીએ પણ લોકોની આ અટકળો અંગે પોતાના બ્લોગમાં રિએક્શન આપ્યું હતું. એ સમયે હર્ષે જણાવ્યું હતું કે તે જુડવા નહીં પણ ટ્રિપ્લેટ્સને જન્મ આપવાની છે. જોકે, આ બધુ મજાકનો ભાગ હતો. હવે ભારતીએ દીકરાને જન્મ આપ્યો છે અને હવે ફેન્સ નાનકડાં રાજકુમારના પહેલી ઝલક જોવા માટે આતુર હોય છે.

આ પણ વાંચો…જોડિયા બાળકોને જન્મ આપશે કોમેડિયન ભારતી સિંહ? પતિ હર્ષે કર્યો ચોંકાવનારો ખુલાસો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button