આવી રહી ભાઈજાનની પ્રિ- બર્થ ડે પાર્ટીઃ સલમાન ખાન સાથે કોણે કાપી કેક?

અભિનેતા સલમાન ખાન આજે તેનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ભાઈજાન તરીકે જાણીતા અભિનેતાએ ગઈકાલે મોડી સાંજે પરિવાર સાથે બર્થ ડે કેક કાપી હતી. કેકની સાઈઝ પણ સલમાનની લોકપ્રિયતાની જેમ ખૂબ જ મોટી હતી.
થોડા દિવસો પહેલા જ બિશ્નોઈ ગેંગ સાથેના ઘર્ષણને લીધે અને તેના ખાસ મિત્ર બાબા સિદ્દિકીની હત્યા બાદ અભિનેતા અને તેનો પરિવાર ચિંતામાં ઘેરાયો હતો. આ ચિંતામાંથી થોડી રાહત સલમાનના બર્થ ડે સેલિબ્રેશને આપી છે.
આ પણ વાંચો…Allu Arjun સાથે સરખામણી પણ Amitabh Bachchan એ કહ્યું એમની સાથે મારી કોઈ…
બર્થ ડેના વીડિયો વાયરલ થયા છે. બર્થ ડે કેક મલ્ટિ લેયર દેખાય છે અને સલમાને આ વખતે પણ બહેન અર્પિતાની દીકરી આયત સાથે કેક કાપી હતી. જોકે સલમાનનો ચહેરો ગંભીર દેખાતો હતો અને ઉંમર પણ તેના ચહેરા પર દેખાતી હતી.
આ પ્રિ-બર્થ ડે ઈવેન્ટમાં નાના બાળકો, સલમાનના પરિવાર સાથે અન્ય મહેમાનો પણ દેખાય છે. જોકે સલમાન લાંબો સમય અહીં રહ્યો ન હતો, તેમ પણ જાણવા મળ્યું છે.
