Umraojaan બનીને આ એક્ટ્રેસે આપી Rekhaને ટક્કર? ફોટો થયા વાઈરલ…
હેડિંગ વાંચીને એકાદ સેકન્ડ માટે તો વિચારમાં પડી જ ગયા હશો કે આખરે કોણ છે એ એક્ટ્રેસ કે જેણે વન એન્ડ ઓનલી Umraojaan Rekhaને એમના જેવો જ લૂક કેરી કરીને ટક્કર આપવાની ગુસ્તાખી કરી હશે? ચાલો તમારા આ સવાલનો જવાબ તમને આપીએ… આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ 1989માં આવેલી ફિલ્મ મૈંને પ્યાર કિયાથી બોલીવૂડમાં ડેબ્યુ કરનારી એક્ટ્રેસ Bhagyashree…
આ ફિલ્મમાં સલમાન ખાનની હીરોઈન બનીને ભાગ્યશ્રી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. જોકે, છેલ્લાં કેટલાક સમયથી ભાગ્યશ્રી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર હતી અને તેમ છતાં તે આજે પણ દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. અત્યારે ભાગ્યશ્રીએ રેખાના ફેમસ લૂકને રિક્રિયેટ કરવાની ટ્રાય કરી હતી.
બી-ટાઉનની બીજી એક્ટ્રેસની જેમ જ ભાગ્યશ્રી પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના બે મિલિયનથી પણ વધુ ફોલોવર્સ છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહી છે. જેને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે.
ભાગ્યશ્રીએ હાલમાં પોતાના નવા ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે અને આ ફોટોમાં તેણે ઉમરાવજાન રેખાના લૂકને રિક્રિએટ કર્યો છે. આ ફોટોમાં ભાગ્યશ્રી ખૂબ જ સુંદર લાગી રહી છે અને કેપ્શનમાં ભાગ્યશ્રીએ રેખાના ભરપેટ વખાણ કર્યા છે. તેણે જણાવ્યું હતું કે રેખાજીના ફોટો જોઈને જ તે આ લૂક ટ્રાય કરવા માંગતી હતી.
ભાગ્યશ્રીએ અનારકલી સૂટ પહેર્યું છે અને તેણે પોતાના આ લૂકને મેચિંગ ચૂડીદાર પેન્ટ અને ગોલ્ડ ફ્રીલ્સવાળા દુપટ્ટા સાથે કમ્પ્લિટ કર્યો છે. આ સાથે તેણે અંબોડાવાળી હેરસ્ટાઈલ અને જૂલરી સાથે પોતાના લૂકને વધારે આકર્ષક બનાવ્યો છે.
ભાગ્યશ્રીએ પોતાના ફોટોની કેપ્શનમાં લખ્યું છે કે બસ એક બાર મેરા કહા માન લિજિયે… મલ્ટિટેલેન્ટેડ રેખાજીને કોઈ જ બીટ ના કરી શકે. થોડાક મહિના પહેલાં મારી નજર એક મેગેઝિનમાં છપાયેલી એમની તસવીર પર પડી અને હું એને મારા માઈન્ડમાંથી કાઢી જ ના શકી. મને ખબર છે કે આ ઓરિજનલ જેવું નથી, પણ બસ મને એક વખત ટ્રાય કરવું હતું…
ભાગ્યશ્રીએ પોસ્ટ કરેલાં ફોટોમાં તે ઉમરાવ જાનની રેખા જેવી લાગી રહી છે. તેણે પોતાનો અને રેખાનો ક્લોઝ લૂક શેર કર્યો છે. રેખાએ આ ફિલ્મમાં ફેમસ ડિઝાઈનર મનિષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો મખમલનો અનારકલી પહેર્યો હતો અને રેખાનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો. રેખાના ફેન્સ બંને એક્ટ્રેસ પર લાઈક્સ અને કમેન્ટરૂપે બંને એક્ટ્રેસ પર પ્રેમ વરસાવી રહ્યા છે.