મનોરંજન

ટીવીનો લોકપ્રિય શો ‘ભાભીજી ઘર પર હે’ હવે ફિલ્મ બનશે: પોસ્ટર અને રિલીઝ ડેટની થઈ જાહેરાત…

ફિલ્મમાં મુખ્ય કલાકારો ઉપરાંત બોલિવૂડના ત્રણ કલાકારો જોવા મળશે

મુંબઈ: ‘ભાભીજી ઘર પર હે’ આ વાક્ય સાંભળતા જ જુવાનીયાઓથી લઇને મોટેરાઓના ચહેરા પર લાલી આવી જાય છે. કારણ કે આ વાક્ય એક એવી ટીવી સિરીયલનું ટાઇટલ છે, જેણે પોતાનો આગવો ચાહકવર્ગ ઊભો કર્યો છે. ‘ભાભીજી ઘર પર હે’ ટીવી સીરિયલ છેલ્લા એક દાયકાથી તે દર્શકોને ફૂલ એન્ટરટેઇન કરી રહી છે. અંગુરી ભાભી, અનિતા ભાભી, વિભૂતિજી, તિવારીજી, સક્સેનાજી સહિતના પાત્રો દરેક ઉમરના દર્શકોને પેટ પકડીને હસવા માટે મજબૂર કરી દે છે. જોકે, હવે આ ટીવી સીરિયલ પર ફિલ્મ પણ બનવા જઈ રહી છે.

‘ભાભીજી ઘર પર હે’ ફિલ્મની જાહેરાત

ઝી સિનેમા અને ઝી સ્ટુડિયોએ’ભાભીજી ઘર પર હે’ ટીવી સીરિયલને લઈને ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. જેને ‘ભાભીજી ઘર પર હે ફન ઓન ધ રન’ ટાઇટલ આપવામાં આવ્યું છે. ફિલ્મ મેકર્સે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, ભાભાજી જે અત્યાર સુધી ઘરે હતા, હવે કે મોટા પડદે આવશે.

ફિલ્મમાં જોવા મળશે બોલિવૂડના ત્રણ કલાકાર

‘ભાભીજી ઘર પર હે ફન ઓન ધ રન’ થિએટર્સમાં 6 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થશે. જેમાં હવે ટીવી સીરિયલના મુખ્ય કલાકારો સાથે હિંદી બેલ્ટના ધમાકેદાર કલાકારો- રવિ કિશન, મુકેશ તિવારી અને નિરહુઆ જોવા મળશે. જે ફિલ્મને વધારે મનોરંજક બનાવશે. તેથી ‘ભાભીજી ઘર પર હે’ ટીવી સીરિયલના ચાહકો હવે આ ફિલ્મની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, માર્ચ 2015માં ‘ભાભીજી ઘર પર હે’ ટીવી સીરિયલ શરૂ થઈ છે. ટીવી સીરિયલની સ્ટોરી બે પડોશી દંપતિઓ મિશ્રા અને તિવારી પરિવારની આસપાસ ફરતી જોવા મળે છે. ટીવી સીરિયલમાં આસિફ શેખ, રોહિતાશ ગૌર, શુભાંગી અત્રે, વિદિશા શ્રીવાસ્તવ, યોગેશ ત્રિપાઠી સહિતના ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.

આ પણ વાંચો…‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલના લેખકનું નિધન થયું, પૈતૃક ગામમાં અંતિમસંસ્કાર થશે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button