Being Mother Is A Thankless Job જાણો કેમ જયા બચ્ચને કહ્યું આવું? | મુંબઈ સમાચાર

Being Mother Is A Thankless Job જાણો કેમ જયા બચ્ચને કહ્યું આવું?

ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પાવરફૂલ ફેમિલી ગણાતું બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી લાઈમલાઈટમાં રહે છે અને ફરી એક વખત બચ્ચન પરિવાર ચર્ચામાં આવ્યું છે આ વખતે ચર્ચામાં આવ્યું છે એનું કારણ છે જયા બચ્ચને આપેલું નિવેદન.
જયા બચ્ચને દોહિત્રી નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ શો વોટ ધ હેલ નવ્યાની સિઝન ટુના પહેલાં એપિસોડમાં આવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ શોમાં જયા બચ્ચનની સાથે સાથે જ શ્વેતા બચ્ચન પણ પહોંચી હતી.

શો પર બચ્ચન પરિવારની માનુનીઓ એ વાતની ચર્ચા કરી રહી હતી કે તેમને તેમના પ્રોફેશનમાં પડેલી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય તેમણે તેમના ક્ષેત્રના સ્ટિરિયોટાઈપ સરાઉન્ડિંગને કારણે એક મહિલા તરીકે જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો એની પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન નવ્યાએ હોમ મેકર તરીકે ફૂલ ટાઈમ જોબ વિશે પણ ચર્ચા કરી હતી.

નવ્યાએ શ્વેતા અને જયાને પૂછ્યું હતું કે એક માતા એ ફૂલ ટાઈમ જોબ છે, પણ શું સમાજ એ વસ્તુ સ્વીકારે છે કે? આ સવાલના જવાબમાં શ્વેતાએ જણાવ્યું હતું કે ના સમાજમાં આને એટલા માનથી જોવામાં નથી આવતું. આ કામને એ રીતે જોવામાં આવે છે કે જાણે છે એ આપણી ફરી છે. જયા બચ્ચને પણ શ્વેતાની વાતો સાથે સહમત થતાં જણાવ્યું હતું એક માતા હોવું એ મોસ્ટ થેન્કલેસ જોબ છે. આને લોકો ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે.

બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાક સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું એમાં પણ ખાસ કરીને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના સંબંધોમાં ખટરાગ ચાલી રહ્યો છે, પણ બચ્ચન પરિવાર દ્વારા કોઈ પણ ખુલાસો કરવામાં આવ્યો નથી.

Back to top button