Madhuri Dixit બનવું સહેલું નથી, ટ્રોલર્સે Ankitaને પાઠ ભણાવ્યો

માધુરી દિક્ષિત બોલીવૂડનું એક એવું નામ છે જે ફિલ્મોમાં જોવા ન મળતી હોવા છતાં ચાહકોનું દિલ તેની માટે ધકધક કરે છે. માધુરીની ફેન ફોલોઈંગનું એક કારણ તેના ડાન્સ છે. માધુરી હજુ પણ એવોર્ડ શૉમાં પર્ફોમ કરે લોકોની આંખો ખૂલી રહી જાય છે. શાસ્ત્રીય નૃત્ય હોય કે કોઈ હૉટ એન્ડ સેક્સી નંબર હોય, માધુરી દિક્ષિત તેના ડાન્સ મુવ્સ અને એક્સપ્રેશન્સથી ચાર ચાંદ લગાવી દે છે. હવે આવી ડાન્સરને કૉપી કરવી કંઈ નાની અમથી વાત નથી.
ત્યારે જો કોઈ તેનાં ગીત પર ડાન્સ કરે અને તે ન ગમે તો ફેન્સ તો ગુસ્સે થવાના જ. આ ગુસ્સાનો સામનો અત્યારે અંકિતા લોખંડે કરી રહી છે. બીગ બૉસમાંથી બહાર નીકળેલી અંકિતા આમ પણ નેટીઝન્સના હાથે ટ્રોલ થયા જ કરે છે. હાલમાં તો તેનો જૂનો વીડિયો ફરી વાયરલ થયો છે, જેમાં તે યલ્લો પ્લેન સિફોન સાડી પહેરી માધુરીના ધક ધક કરને લગા પર ડાન્સ કરી રહી છે.
ફિલ્મ બેટાનું આ ગીત ઈન્ડિયન સિનેમાના સેન્સેશનલ ગીતોમાંનું એક છે પણ આના પર અંકિતાને નાચતી જોઈ દર્શકો નારાજ થયા છે. અંકિતા સુંદર તો લાગી રહી છે પણ ડાન્સ મુવ્સ જેવું કંઈ નથી અને રૂમમાં આમ તેમ દોડી રહી છે. આથી નેઠીઝન્સે તેને પાઠ ભણાવ્યો છે કે આને ડાન્સ ન કહેવાય.
અંકિતા હાલમાં તો પતિ અને પરિવાર સાથે ફરતી ને ફોટા શેર કરતી દેખાય છે. વર્કફન્ટની વાત કરીએ તો તેનાં હાથમાં કોઈ પ્રોજેક્ટ હાલમાં નથી.