સાઉથમાં ડેબ્યુ કરવા બેબો તૈયાર.
હિન્દીભાષી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સાઉથ ઇન્ડિયન ફિલ્મનો ક્રેઝ વધી રહ્યો છે. એક સમયે સાઉથની મોટા ભાગની ફિલ્મો બી ગ્રેડ ગણાતી અને પીટિયા ક્લાસના લોકો જ એને જોવા જતા. પણ હવે આ સિનારિયો બદલાયો છે. બોલિવૂડ અને દક્ષિણની ફિલ્મો વચ્ચે અંતર ઘટી રહ્યું છે હવે તો ઇન ફેક્ટ સાઉથની ફિલ્મોમાંથી બોલિવૂડ ફિલ્મ બનાવવામાં આવે છે. સાઉથના કલાકારોને લઇને બોલિવૂડ ફિલ્મો પણ બનવા લાગી છે અને એને મોટો જોવાવાળો મોટો વર્ગ છે. બસ આ જ સ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે બોલિવૂડ કલાકારોએ પણ દોટમૂકી છે. દરેકને સાઉથની ફિલ્મોમાં કામ કરવું છે. સાઉથની ફિલ્મ કરવા ભાગી રહેલા બોલિવૂડ કલાકારોમાં હવે કરિના કપૂરનું નામ પણ ઉમેરાયું છે.
જી હા…. હવે કરીના કપૂરે એવા સંકેત આપ્યા છ કે કન્નડ ફિલ્મથી સાઉથમાં ડેબ્યુ કરશે. ફિલ્મનું નામ તો તેણે જાહેર કર્યું નથી, પણ આધારભૂત સૂત્રોએ માહિતી આપી છે કે કરિના કપૂર ખાન ફિલ્મ KGFના હીરો યશ-સ્ટારર ફિલ્મ ટોક્સિકનો ભાગ બનશે.
ચાહકો સાથે વાત કરતી વખતે કરીનાએ કહ્યું હતું કે હું સાઉથની બહુ મોટી ફિલ્મમાં કામ કરી શકું છે. મને ખબર નથી આ ફિલ્મનુ ંશૂટિંગ ક્યા થશે, પણ હું પહેલી વાર સાઉથની ફિલ્મમાં કામ કરીશ.
નોંધનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં પણ એવા સમાચાર આવ્યા હતા કે કરીના કપૂર યશની ટોક્સિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ટોક્સિકની ભૂમિકામાં યશ હશે.
જોકે, કરિના પહેલી બોલિવૂડ અભિનેત્રી નથી જે યશ સાથે કામ કરશે. આ પહેલા 2022 માં, યશ KGF-2 માં રવિના ટંડન અને સંજય દત્ત સાથે કામ કરતો જોવા મળ્યો હતો.