મનોરંજન

આ રેકોર્ડ કરનારી પહેલી ભારતીય ફિલ્મ બની જવાન

શાહરૂખ ખાનની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’ દેશ-વિદેશમાં સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે ડૉમેસ્ટિક બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. જવાને રિલીઝ થયાને 29 દિવસ થઈ ગયા છે અને તે હજુ પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ ધોમ કમાણી કરી રહી છે. જોકે એક મોટો વર્ગ આ ફિલ્મની કથાથી નારાજ છે.

દરમિયાન આ એક્શનથી ભરપૂર ફિલ્મે ગુરુવારે UAE બોક્સ ઓફિસ પર મોટી સફળતા હાંસલ કરીને વધુ એક માઈલસ્ટોન પાર કર્યો હોવાનું કિંગ ખાનની રેડચીલીઝ કંપનીએ ટ્વીટ કરી જણાવ્યું હતું. આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સારી કમાણી કરી રહી છે. ‘જવાન’ એ મિડલ ઈસ્ટ એટલે કે એશિયા માઈનોર, ઈરાક, ઈરાન, લેવન્ટ અને તુર્કી જેવા દેશોની બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’એ મિડલ ઈસ્ટમાં જંગી કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે અને દુનિયાભરમાં પણ શાનદાર કલેક્શન કર્યું છે.

આ અંગે, ફિલ્મના નિર્માતાઓએ શાહરૂખનું નવું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું કે, ‘જવાન મિડલ ઇસ્ટમાં 16 મિલિયન ડોલરનો આંકડો પાર કરનારી પ્રથમ ફિલ્મ બની છે અને નંબર 1 ભારતીય ફિલ્મ તરીકે ઉભરી આવી છે.
‘જવાન’ના કુલ વર્લ્ડ વાઇડ કલેક્શનની વાત કરીએ તો તે 1100 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, ‘જવાન’ એ વિશ્વભરમાં 1103.45 કરોડ રૂપિયાનું ક્લેક્શન કર્યું છે. આ ફિલ્મ સાઉથ સુપરસ્ટાર યશના KGF 2ના કલેક્શનને પછાડવા માટે આગળ વધી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button