મનોરંજન

‘ધુરંધર’ ફિલ્મ મુદ્દે બલુચિસ્તાનના લોકો શું કહે છે: વખાણ સાથે વિરોધ પણ, જાણો કેમ?

મુંબઈઃ રણવીર સિંહની સ્પાઇ થ્રિલર ફિલ્મ ધુરંધર અત્યારે બોક્સઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે ત્યારે આ ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયા છાપી લીધા છે, હજી પણ તેનો જાદુ થિયેટર પર યથાવત ચાલી રહ્યો છે. ભારતમાં આ ફિલ્મની વખાણ થઈ રહ્યા છે, જોકે, કેટલાક લોકોને આ ફિલ્મ નથી પસંદ આવી કેમ કે, ‘ધુરંધર’માં પાકિસ્તાનને જેવું છે તેવું જ બતાવવામાં આવ્યું છે. ભારત સાથે બલુચિસ્તાનમાં પણ આ ફિલ્મ ખૂબ ચર્ચાઈ રહી છે. ખાસ કરીને બલુચિસ્તાનના લોકો અને બલુચ રાષ્ટ્રવાદી કાર્યકરોમાં આ ફિલ્મની વધારે ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં બલુચિસ્તાન, બલુચ સ્વતંત્રતા આદોલન અને ભારત-બલુચિસ્તાનના સંબંધોને પણ દર્શાવ્યા છે.

બલુચિસ્તાનના અનેક નેતાઓએ ફિલ્મને વખાણી

ઘુરંધર ફિલ્મમાં અક્ષય ખન્ના એક બલુચ ગેંગસ્ટર રહેમાન ડાકુના પાત્રમાં જોવા મળ્યો છે. આ ફિલ્મ અંગે બલુચિસ્તાનના એક પ્રમુખ નેતાએ તો એક્સ એકાઉન્ટ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. કેટલાક લોકો વખાણ કરી રહ્યાં છે તો કેટલાકે ટીકા પણ કરી છે. મીર યાર બલુચે એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ બનાવતા પહેલા બલુચ લોકો અને બલુચ સંસ્કૃતિ પર રિસર્ચ કરવામાં નથી આવ્યું. ફિલ્મમાં બલુચ પાત્રોને જે રીતે દર્શાવવામાં આવ્યાં છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

બલુચ લોકો પોતાની સ્વતંત્રતા માટે લડી રહ્યાં છે

આ મામલે પ્રસિદ્ધ બલુચ કાર્યકર્તા મીર યાર બલુચે એક્સ એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ કરી છે. મીર યાર બલુચનું કહેવું છે કે, ફિલ્મમાં બલુચિસ્તાનને ગુંડાઓની જમીન તરીકે દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. કારણ કે, બલુચ સ્વતંત્રતા સંગ્રામનો આધાર રાષ્ટ્રવાદ છે, ધાર્મિક કટ્ટરતા નહીં. અમે ગુંડાઓ નથી, પરંતુ પોતાની સ્વતંત્રતા માટે લડી રહ્યાં છીએ. 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા વખતે બલુચિસ્તાને કોઈ સેલિબ્રેશન કર્યું નહોતું. અમે પાકિસ્તાનથી પીડાઈ રહ્યાં છીએ. ફિલ્મમાં અમને ખોટી રીતે દર્શાવવામાં આવ્યાં છે.

મીર યાર બલુચે કહ્યું – બલુચ સંસ્કૃતિમાં વફાદારી સુપ્રીમ છે.

તેમનું કહેવું છે કે, બલુચ ધર્મથી પ્રેરિત નથી, અને તેઓ ક્યારેય ઇસ્લામિક નારા નથી લગાવતા. ફિલ્મ બલુચિસ્તાનના સ્વતંત્રતા સેનાનીઓ સાથે અન્યાય કરી રહી છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે બલુચ લોકો પોતાના શસ્ત્રો ભારત વિરોધી તત્વોને વેચી રહ્યાં છે, પરંતુ બલુચિસ્તાન પાસે જો વધારે હથિયાર હોય તો અત્યારે સુધીમાં પાકિસ્તાનને હરાવી દીધું હોત!

ખાસ કરીને વાત કરવામાં આવે તો, ફિલ્મમાં એક ડાયલોગ્સ છે કે, ‘મગરમચ્છ પર ભરોસા કિયા જા સકતા હૈ, બલોચ પર નહીં. મીર યાર બલુચનું કહેવું છે કે, બલુચ સંસ્કૃતિમાં વફાદારી સર્વોચ્ચ છે. બલુચ સંસ્કૃતિમાં એક ગ્લાસ પાણીની કિંમત 100 વર્ષની વફાદારી હોય છે. બલુચિસ્તાને આ ફિલ્મનો વિરોધ કર્યો છે. પરંતુ પાકિસ્તાન દ્વારા જે રીતે બલુચિસ્તાન લોકો પર અત્યાચાર કર્યો તેને દર્શાવવા માટે વખાણ પણ કર્યાં છે.

akshaye khanna dance dhurandhar

બલુચિસ્તાનમાં ‘શેર એ બલુચ’ ગીતના ભારે વખાણ

બલુચ લોકોએ ફિલ્મની નિંદા કરી તો સાથે વખાણ પણ કર્યાં છે. પાકિસ્તાન વિરોધી વિચાર વાળા બલુચ લોકોએ ફિલ્મના ‘શેર એ બલુચ’ ગીતના ખૂબ જ વખાણ કર્યાં છે. એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, પરંપરાગત બલોચી પોશાકમાં નૃત્ય દ્વારા બલુચિસ્તાનની વિશિષ્ટ ઓળખને સુંદર રીતે દર્શાવવામાં આવી છે. જો કે પાકિસ્તાનને આ ફિલ્મ વધારે ખટકી રહી છે કારણ કે, ફિલ્મમાં બલુચિસ્તાનને આઝાદ દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં અક્ષય ખન્નાનો બલોચી પોશાકના પણ ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે.

આ પણ વાંચો…ફિલ્મ ધુરંધરમાં અક્ષય ખન્નાએ વિનોદ ખન્ના કે જેઠાલાલના ડાન્સ સ્ટેપ્સ કોપી કર્યા? તમે જ કહો જોઈએ…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button