‘કૉલ મી બે’નું ટ્રેલર થયું રિલીઝ, ફૂલ્લ એન્ટરટેઇનર

ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સ્ટાર કીડ અનન્યા પાંડે હવે ‘કૉલ મી બે’ નામની વેબસિરીઝથી ઓટીટી પર ડેબ્યુ કરી રહી છે. આ વેબ સિરીઝમાં અનન્યા બેલા એટલે કે બેનું પાત્ર ભજવી રહી છે.
આ ફિલ્મનું ટ્રેલર એકદમ મજેદાર અને ઇન્ટ્રેસ્ટિંગ છે. અનન્યા પાંડે બેલાના રોલમાં એકદમ ફિટ બેસે છે. તે દિલ્હીમાં લક્ઝરી લાઇફસ્ટાઇલમાં જીવે છે. તે પેજ-3 પાર્ટીઓની શાન ગણાય છે. તેની આગળ પાછળ નોકરોની ફોજ ખડી છે. તેનો સ્વેગ અને ક્લાસી અંદાજ જોવા જેવો છે.
આ વેબ સિરીઝમાં અનન્યાને દક્ષિણ દિલ્હીના સમૃદ્ધ પરિવારની છોકરી બતાવવામાં આવી છે, જે રાજકુમારી જેવું જીવન જીવે છે અને પછી તેના જીવનમાં એવો વળાંક આવે છે કે તે તેની ગ્લેમરસ અને વૈભવી જીવનશૈલી છોડીને મુંબઇની સડકો પર આવી જાય છે. બેલા મધ્યમ વર્ગની છોકરી બની જાય છે. તે માયાનગરી મુંબઇમાં પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરવા માંડે છે. તે રસ્તા પર ઑટો પણ ચલાવે છે. મીડિયા હાઉસમાં કામ કરે છે
આ વેબસિરીઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર છ સપ્ટેમ્બરે સ્ટ્રીમ થશે. ફિલ્મમાં વીર દાસ, ગુરફતેહ પીરઝાદા, વરુણ સુદ, મુસ્કાન જાફરી, નિહારિકા દત્ત, લિઝા મિશ્રા અને મીની માથૂર પણ જોવા મળશે. આ વેબસિરીઝનું નિર્દેશન કોલિન ડી. કુન્હા દ્વારા કરવામાં આવ્યું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા પાંડેની છેલ્લી ફિલ્મ ‘ખો ગયે હમ કહાં ‘હતી. તે ‘ખેલ ખેલ મેં’ અને ‘બેડ ન્યુઝ’માં કેમિયો રોલમાં જોવા મળી હતી. અનન્યાની આગામી ફિલ્મ ‘CTRL’ અને ‘શંકરા’ છે.
આ પણ વાંચો :50 કિલોની અનન્યા પાંડેએ કર્યું હવે આ કારસ્તાન કે…
અનન્યાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે ‘પતિ પત્ની ઔર વો’, ‘ખાલી-પીલી’, ‘ડ્રીમ ગર્લ-2’માં જોવા મળી હતી. અનન્યા તેની પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. આદિત્ય રૉય કપૂર સાથે બ્રેક અપ અને ભારતના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના અફેરને લઇને પણ તે ચર્ચામાં રહી હતી.
8 એપિસોડની આ વેબસિરીઝ પ્રાઇમ વીડિયો પર તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ સહિત હિન્દી ભાષામાં એક સાથે રિલીઝ થશે. આ સિરીઝને ઇશિતા મોઇત્રા, સમીના મોટલેકર અને રોહિત નાયરે લખી છે. સિરીઝના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કરન જોહર, અપૂર્વ મહેતા અને સોમેન મિશ્રા છે.