Vicky Kaushal ની ફિલ્મે બોક્સ ઓફિસને કરાવી તગડી કમાણી, આજે રવિવાર પર સૌની નજર

વિકી કૌશલની Bad News film રિલીઝ થતાની સાથે કમાણી કરી રહી છે. ફિલ્મે પહેલા દિવસે 8.50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. હવે બીજા દિવસે એટલે કે શનિવારે પણ ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે ત્યારે સૌની નજર આજના કલેક્શન પર છે. વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્કની ફિલ્મ બેડ ન્યૂઝ એક રોમ-કોમ ડ્રામા છે જે દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. વિકી કૌશલની આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે. ફિલ્મે શરૂઆતના દિવસે 8.50 કરોડથી વધુની કમાણી કરી હતી. આ કલેક્શનને જોઈને લાગે છે કે ફિલ્મે પહેલા વીકેન્ડમાં જ સારી કમાણી કરી છે. ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ બધાની વચ્ચે બેડ ન્યૂઝના બીજા દિવસનો કલેક્શન રિપોર્ટ સામે આવ્યો છે.
બેડ ન્યૂઝએ તેના શરૂઆતના દિવસે બોક્સ ઓફિસ પર 8.50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. હવે બીજા દિવસે કલેક્શન પણ મજબૂત રહ્યું છે. વિકી કૌશલની બેડ ન્યૂઝના બીજા દિવસના બિઝનેસ રિપોર્ટનો ડેટા બહાર આવ્યો છે. ફિલ્મે શનિવારે 9.75 કરોડ રૂપિયાનું જોરદાર કલેક્શન કર્યું છે.
ફિલ્મ રીલિઝ થઈ કે થિયેટરોમાં બુકિંગ શરૂ થઈ ગયું હતું. થિયેટર અક્ષયની સરફીરા અને બચ્ચનની કલ્કી ચાલતી હોવા છતાં 30 ટકા કરતા વધારે ઓક્યુપન્સી બેડ ન્યૂઝને લીધે હતી. બેડ ન્યૂઝ આજે કેવો બિઝનેસ કરે છે તેના ગુડ ન્યૂઝ અમે તમને આપતા રહીશું.