મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ફરી એક સાથે આવશે આખો Bachchan Family?? પરિવારના સભ્યે કહી આવી વાત…

Bachchan Family દરરોજ કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં આવતો જ હોય છે, પછી Aishwarya Rai Bachchan- Abhishek Bachchanના સંબંધમાં પડેલાં ભંગાણને કારણે હોય કે Jaya Bachchan અને પેપરાઝી વચ્ચેના વિવાદને કારણે હોય કે પછી Shweta Bachchan Nanda અને તેના પતિ નિખિલ નંદાના સંબંધોને કારણે હોય… હવે ફરી એક વખત ઇન્ડસ્ટ્રીનું મોસ્ટ પોપ્યુલર અને પાવરફુલ ફેમિલી ગણાતો બચ્ચન પરિવાર ચર્ચાનું કારણ બન્યું છે અને એનું કારણ છે Shweta Bachchan Nandaની દીકરી Navya Naveli Nandaને કારણે.

વાત જાણે એમ છે કે Navya Naveli Nandaના પોડકાસ્ટ શો વોટ ધ હેલ નવ્યા? ની બીજી સીઝન શરૂ થઈ ગઈ છે અને અત્યાર સુધીના એપિસોડમાં નવ્યા મમ્મી શ્વેતા બચ્ચન, નાની જયા બચ્ચન અને ભાઈ અગસ્ત્ય નંદા સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરતી જોવા મળી હતી. દરમિયાન ફેન્સે તેને આ શો પર તેના નાના Amitabh Bachchan અને મામા Abhishek Bachchanને પણ લાવવાની વાત કરી હતી. જેના જવાબમાં એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં નવ્યાએ જે જવાબ આપ્યો હતો તે અત્યારે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ એવું તે શું કહ્યું નવ્યાએ…

નવ્યાએ આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો આવું થયું તો અત્યાર સુધીના પોડકાસ્ટમાંથી આ એકદમ અલગ પોડકાસ્ટ હશે. હવે એ તો સમય જ કહેશે કે એમની હાજરી પછી હું જ મારા શોમાં રહેવાનું ડિઝર્વ કરું છું કે નહીં… પણ હા એક દિવસ કદાચ તમે નાના અને મામા બંનેને એપિસોડમાં જોઈ શકશો. હવે જોવાની વાત એ છે કે નવ્યાએ તો એવી આશા બંધાવી દીધી છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બંને એક દિવસ તેના પોડકાસ્ટ પર આવશે, પણ ક્યારે એ તો નવ્યા કે પછી આવનારો સમય જ કહી શકશે… જો આવું થશે તો બિગ બીને તેમની દીકરી શ્વેતા, પત્ની જયા બચ્ચન, દીકરા અભિષેક બચ્ચન અને દોહિત્ર અગસ્ત્ય તેમ શોની હોસ્ટ અને એમની દોહિત્રી નવ્યાને એક સાથે જોવું એ ફેન્સ માટે એક મોટી ટ્રીટ સમાન હશે. આ વાત તો જગ જાહેર થઈ ગઈ છે કે બચ્ચન પરિવાર ઐશ્વર્યા રાય બચ્ચનથી અને ઐશ્વર્યા બચ્ચન પરિવારના લોકોથી ડિસ્ટન્સ મેઇન્ટેન કરીને ચાલે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button