અંબાણી સાથે છે બચ્ચન પરિવારનું ખાસ કનેક્શન…
જી હા, હેડિંગ વાંચવામાં તમારાથી કે લખવામાં અમારાથી કોઈ લોચો મરાયો નથી. અહીં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અંબાણી અને બી ટાઉનના બચ્ચન પરિવારના બચ્ચન પરિવારના સદસ્ય વિશે જ વાત થઈ રહી છે, આવો જોઈએ શું છે આ કનેક્શન…
અહીંયા વાત થઈ થઈ રહી છે બચ્ચન પરિવારની સૌથી નાની સદસ્ય આરાધ્યા બચ્ચનની. હવે તમને થશે કે આરાધ્યા બચ્ચન અને અંબાણી વચ્ચે શું સંબંધ? તો તમારી જાણ માટે કે આમ તો આરાધ્યા બચ્ચન અને અંબાણી ફેમિલીનો આમ તો સીધો કોઈ સંબંધ નથી પણ તેમ છતાં સંબંધ તો છે ભાઈ અને એના વિશે જ આપણે અહીં વાત કરીશું. વાત જાણે એમ છે કે આરાધ્યા બચ્ચન ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણવા જાય છે અને આ જ કારણે અંબાણી પરિવાર સાથે પરોક્ષ રીતે સંબંધ છે. આ સ્કૂલની ગણતરી મુંબઈની ટોપની સ્કૂલમાં કરવામાં આવે છે અને આ સ્કૂલની વાર્ષિક ફી લાખો રૂપિયામાં હોવાનું કહેવાય છે. આ શાળામાં માત્ર આરાધ્યા જ નહીં પણ અન્ય સેલેબ્સના બાળકો પણ ભણે છે.
સાત માળની ઈમારતમાં ચાલતી આ શાળામાં નર્સરીથી 12મા ધોરણ સુધીનું ભણતર બાળકોને આપવામાં આવે છે.
મળી રહેલી માહિતી પ્રમાણે અહીં ભણતા બાળકોને ઇન્ટરનેશનલ લેવલનું એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. નર્સરીથી લઈને 12મા ધોરણ સુધી અહીં એડમિશન મળવું અઘરું હોય છે અને નર્સરીથી સાતમા ધોરણ માટે વર્ષની ફી 1,70,000 રૂપિયા છે જયારે 8મા ધોરણથી 12મા ધોરણ માટે એક વર્ષની ફી રૂપિયા 4 લાખથી 12 લાખ સુધીની ફી વસુલવામાં આવે છે. પપ્પા અભિષેક બચ્ચન દીકરી આરાધ્યાના ઉજ્જવળ ભવિષ્ય માટે લાખો રૂપિયાની ફી ચૂકવે છે.
આરધ્યાની વાત કરીએ તો તે અવારનવાર પેજ થ્રી ઇવેન્ટમાં મમ્મી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે નજરે પડતી હોય છે. હાલમાં જ તે પરિણીતી અને રાઘવના લગ્નના કાર્યક્રમમાં જોવા મળી હતી અને તેણે લાઈમ લાઈટ ચોરી લીધી હતી.