બચ્ચન પરિવારના સદસ્યની વાતોએ રડાવી Aishwaryaને, જોતો રહ્યો Abhishek Bachchan…

બોલીવૂડની મોસ્ટ પાવરફૂલ ફેમિલી એટલે કે બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાય સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું. દરરોજ બચ્ચન પરિવાર વચ્ચે ફૂટ પડી હોવાને લઈને જાત જાતની વાતો સાંભળવા મળે છે. છેલ્લાં કેટલાય સમયથી Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchanના ડિવોર્સના અહેવાલો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સાસુ જયા બચ્ચનની વાત સાંભળીને ઐશ્વર્યા રાય રડી પડી હતી અને પતિ અભિષેક બચ્ચન ખાલી જોતો જ રહ્યો હતો. આવો જોઈએ આખરે શું કહ્યું જયા બચ્ચને…
જયા બચ્ચનનો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો જૂનો છે પણ હાલમાં તે ખૂબ જ ચલણમાં છે. આ વીડિયોમાં જયા બચ્ચન વહુ ઐશ્વર્યા વિશે વાત કરતા જોવા મળે છે. હાલમાં ભલે જયા બચ્ચન અને ઐશ્વર્યા વચ્ચેના સંબંધો ખાસ કંઈ સારા ના હોય, પણ શરૂઆતમાં તો બંને વચ્ચે ખૂબ જ સારી ટર્મ્સ હતી.
આ પહેલાં પણ અનેક ઈન્ટરવ્યુમાં જયા બચ્ચન વહુ ઐશ્વર્યાના વખાણ કરી ચૂક્યા છે. પરંતુ અભિષેકના લગ્ન બાદ એક એવોર્ડ ફંકશનમાં જયા બચ્ચને ઐશ્વર્યા માટે એવી વાત કહી હતી કે જે સાંભળીને ઐશ્વર્યા રડી પડી હતી અને બાજુમાં અભિષેક બચ્ચન ખાલી જોઈ રહ્યો હતો.
જયા બચ્ચન આ વીડિયોમાં એવું કહેતાં જોવા મળે છે કે હું એક લવલી ગર્લની સાસુ બની ગઈ છું. તે ખૂબ જ સંસ્કારી અને મૂલ્યોમાં માનનારી છે. તેની સ્માઈલ ખૂબ જ પ્રેમાળ છે. તમને જણાવી દઈએ અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને અમારા પરિવારમાં તમારું સ્વાગત છે. સાસુ જયા બચ્ચનની આ વાત સાંભળીને ઐશ્વર્યા પોતાની જાતને રોકી શકતી નથી અને રડી પડે છે. આ સમયે અભિષેક બચ્ચન ઐશ્વર્યાની બાજુમાં જ બેઠો હતો અને આ દ્રશ્ય જોતો રહ્યો.
જોકે હાલમાં બચ્ચન પરિવાર અને ઐશ્વર્ચા વચ્ચેના સંબંધો ખાસ કંઈ સારા નથી અને બંને જણ એકબીજાથી ડિસ્ટન્સ રાખીને જ ચાલે છે.