બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર ગંભીર આરોપો લગાવ્યા બાદ બાબિલ ખાને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દીધું

મુંબઈ: યુવા એક્ટર બાબિલ ખાનના ચાહકો માટે ચિંતાજનક સમાચાર છે, બાબિલે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી (Babil Khan deletes Instagram Account) દીધું છે. બાબિલ ખાનના આજે રવિવાર સવારથી ચર્ચાના કેન્દ્રમાં છે. બાબિલે કથિત રીતે કેટલાક બોલિવૂડ કલાકારો વિષે ચોંકાવનારા દાવા(Allegation on Bollywood) કર્યા હતાં. વિડીયો વાયરલ થતા હોબાળો મચી ગયો છે, હવે બાબિલે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર બબિલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાબિલે અર્જુન કપૂર, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, આદર્શ ગૌરવ અને શનાયા કપૂર જેવા ઘણા બોલિવૂડ કલાકારોને ‘ફેક’ કહ્યા હતા. બબિલે બોલિવૂડને ‘બકવાસ’ પણ કહ્યું હતું. જોકે, પછી તેણે પાછળથી વીડિયો ડિલીટ કરી દીધો હતો.
ચાહકો ચિંતિત:
બાબિલનો કથિત વીડિયો વાયરલ થયા બાદ, ચાહકો ખૂબ ચિંતિત છે. કેટલાક લોકોએ તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. હવે જયારે ઇન્સ્ટાગ્રામ પર બાબિલનું એકાઉન્ટ સર્ચ કરવામાં આવે છે ત્યારે, ત્યારે લખેલું આવે છે કે, “આ પેજ હવે ઉપલબ્ધ નથી. આ એકાઉન્ટ કદાચ ડિલીટ કરવામાં આવ્યું હશે.”
બબિલે દુઃખ વ્યક્ત કર્યું:
રવિવારે વહેલી સવારે બાબિલના વીડિયોની ક્લિપ્સ રેડિટ(Reddit) પર પોસ્ટ કરવામાં આવી હતી. રેડિટ પર પોસ્ટની પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે બાબિલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો અપલોડ કર્યો હતો. વિડીયોમાં તેની આંખો આંસુઓથી ભરેલી જોવા મળે છે.
કથિત વિડીયોમાં બાબિલે દાવો કરી રહ્યો છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને ‘બુલિંગ’ (Bullying)ની સામનો કરવો પડ્યો હતો તેણે કેટલાક કલાકરોના નામ પણ લીધા. બબિલે કહ્યું, “મારે તમને જણાવવું છે કે બોલીવૂડમાં શનાયા કપૂર, અનન્યા પાંડે, અર્જુન કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ, આદર્શ ગૌરવ અને અરિજિત સિંહ જેવા લોકો છે. બીજા ઘણા નામો છે. બોલીવુડ ખૂબ જ ખરાબ છે. બોલિવૂડ એ સૌથી નકલી, સૌથી નકલી, સૌથી નકલી ઉદ્યોગ છે જેનો હું ભાગ રહ્યો છું. પરંતુ એવા બહુ ઓછા લોકો છે જે ઇચ્છે છે કે બોલીવુડ વધુ સારું બને… મારે તમને ઘણું બધું, ઘણું બધું, ઘણું બધું બતાવવાનું છે.”
જોકે, બાબિલના વાયરલ વીડિયો અંગે કોઈ પુષ્ટિ થઇ નથી. એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે વીડિયો અસલી છે કે AI દ્વારા બનાવવામાં આવ્યો છે.
બાબિલ સ્વર્ગસ્થ દિગ્ગજ અભિનેતા ઇરફાન અને તેમની પત્ની સુતાપા સિકદરનો પુત્ર છે. બાબિલે કલા (Qala) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તાજેતરમાં લોગઆઉટ(Logout) ફિલ્મમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો….વૅબ શો ‘હાઉસ અરેસ્ટ’માં અશ્લીલ કોન્ટેન્ટ:અભિનેતા એજાઝ ખાન, નિર્માતા વિરુદ્ધ ગુનો…