પ્રભાસની બાહુબલી-3ને રેકોર્ડ બ્રેકિંગ ઑપનિંગઃ જાણો કેટલી કરી કમાણી…

સાઉથ સુપરસ્ટાર પ્રભાસની સુપરડુપર હીટ ફિલ્મ બાહુબલિ-3 આમ તો પાર્ટ-1 અને 2ની રિ-રિલિઝ છે, પરંતુ ફિલ્મનો ક્રેઝ એવો છે કે પહેલા જ દિવસે દર્શકોની ભીડ જામી હતી. બાહુબલી-ધ એપિકએ પહેલા જ દિવસે બંપર કમાણી કરી છે.
બાહુબલી ધ બિગિનિંગ અને બાહુબલિ ધ કન્ક્લુઝન બન્નેની વાર્તા એક સાથે બાહુલી-ધ એપિકમાં કહેવામાં આવી છે.
એક અહેવાલ મુજબ, બાહુબલી: ધ એપિક એ તેના પહેલા દિવસે 10.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પોણાચાર કલાકની આ ફિલ્મ ગ્લોબલી રિલિઝ થઈ છે. આ આંકડો ડોમેસ્ટિક છે. વર્લ્ડવાઈડ કમાણીનો આંકડો હજુ આવ્યો નથી. આ ફિલ્મે પેન ઈન્ડિયા ફિલ્મો માટેના દરવાજા ખોલી નાખ્યા.
સાઉથની ફિલ્મને એકસાથે હિન્દી સહિત અલગ અલગ ભાષામાં રિલિઝ કરવાનો આ અખતરો ખૂબ જ સફળ રહ્યો અને ત્યારબાદ સાઉથ ઈન્ડસ્ટ્રીએ સમગ્ર દેશમાં અડ્ડો જમાવ્યો છે અને બોલીવૂડને ઝાંખું પાડી દીધું છે.
પ્રભાસ, રાણા દુગ્ગાબાટી, તમન્ના ભાટિયા, અનુષ્કા શેટ્ટી, રમૈયા કૃષ્ણન, સત્યરાજ તમામ કલાકારોએ ભારે લોકપ્રિયતા મેળવી હતી. ફિલ્મનું મ્યુઝિક પણ ઘણું લોકપ્રિય નિવડ્યું હતું.
આ પણ વાંચો…60મા જન્મદિવસ પર શાહરૂખે ચાહકોને આપી મોટી ભેટ, 7 આઇકોનિક ફિલ્મો ફરી સિનેમાઘરોમાં…



