‘બાઘી 4’નું ટ્રેલર રિલીઝ: ટાઈગર શ્રોફનો એક્શનથી ભરપૂર અને સંજય દત્તનો ખૂંખાર લૂક જોવા મળ્યો

Baaghi 4 Trailer: સાજિદ નડિયાદવાલા 2016થી ‘બાઘી’ સીરીઝની ફિલ્મો લઈને આવી રહ્યા છે. છેલ્લા 9 વર્ષોમાં બાઘી, બાઘી 2 અને બાઘી 3 એમ ત્રણ ફિલ્મો આવી ચૂકી છે. હવે સાજિદ નડિયાદવાલા ‘બાઘી 4’ ફિલ્મ લઈને આવી રહ્યા છે. જેનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં ટાઈગર શ્રોફનો ક્યારેય ન જોયેલો અંદાજ જોવા મળ્યો છે.
‘બાઘી 4’નું ટ્રેલર કેવું છે?
ટાઈગર શ્રોફ શરૂઆતથી ‘બાઘી’ ફિલ્મ સાથે જોડાયેલો અભિનેતા છે. દરેક સીરીઝમાં તેના પાત્ર અને અભિનયમાં અલગ-અલગ અંદાજ જોવા મળ્યો છે. ‘બાઘી 4’ના ટ્રેલરમાં ટાઈગર શ્રોફ ‘રોની’ના પાત્રમાં જોવા મળ્યો છે. જેમાં તેનો એક્શન અને ગુસ્સાવાળો અવતાર જોવા મળ્યો છે.
ટ્રેલરમાં રોનીને એકદમ બેકાબૂ થયેલો દર્શાવવામાં આવ્યો છે. તેને રોકવો મુશ્કેલ બની રહ્યો છે. સાથોસાથ ફિલ્મમાં ખલનાયકની ભૂમિકામાં ભજવતા સંજય દત્ત પણ એટલો જ ખૂંખાર લાગી રહ્યો છે. જેથી આ એક્શન-ડ્રામા ફિલ્મનું સસપેન્સ વધી રહ્યું છે.
આ પણ વાંચો: Baaghi 4 Movie Teaser review: આવી વાયોલન્ટ ફિલ્મને સેન્સર બોર્ડે રિલિઝ થવા દેવી જોઈએ?
2021ની મિસ યુનિવર્સનું થશે ડેબ્યું
ફિલ્મમાં 2021ની મિસ યુનિવર્સ હરનાઝ સંધૂ ચાર ચાંદ લગાવી રહી છે. આ તેની ડેબ્યુ ફિલ્મ છે. તે પોતાના પાત્રમાં તાકત, ગહનતા અને આકર્ષણ લાવલી રહી છે. જે એક પ્રેમિકા કરતાંય વધારે છે. ફિલ્મમાં સોનમ બાજવા પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ટ્રેલર પરથી લાગી રહ્યુ છે કે, ‘બાઘી 4’ ફિલ્મ માત્ર અથાક યુદ્ધની સાથોસાથ પ્રેમ, પ્રતિશોધ અને મુક્તિની વાર્તા હશે.
ઉલ્લેખનીય છે કે, 5 સપ્ટેમ્બરના રોજ ‘બાઘી 4’ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેને એ. હર્ષે ડિરેક્ટ કરી છે. સીબીએફસી દ્વારા ‘એ’ સર્ટિફિકેટ મેળવનારી આ ફિલ્મ એક્શન-ડ્રામાના ચાહકોને તે ખૂબ પસંદ આવશે.