મનોરંજન

BAAGHI-4: રિવ્યુ લખવા જેવી પણ ફિલ્મ નથી, છતાં લખ્યો છે

ફિલ્મ શરૂ થાય છે અને એક સિનમાં રોનીનું એક્સિડેન્ટ થાય છે. રોની બેભાન રહે છે અને મહિનાઓ બાદ તે તેની ગર્લફ્રેન્ડ આલીશાને યાદ કરે છે. પણ આ આલીશા કોણ. બધા કહે છે આલીશા નામની કોઈ છોકરી જ નથી જેને રોની ઓળખતો હતો. નથી આલીશાનો કોઈ ફોટો કે નથી ઓળખ. હવે કોણ આલીશા, રોની સાથે શું સંબંધ, આલીશા હકીકત કે વહેમ. આવું ઘણું તમને જાણવું હોય તો…માફ કરજો લગભગ તો ખબર પડશે નહીં. કેમકે ફિલ્મની વાર્તા ક્યાંથી શરૂ થાય ક્યાં પૂરી થાય તે કંઈ ખબર પડતી નથી.

ફિલ્મમાં એટલા બધા સબપ્લોટ્સ છે કે તમે કન્ફ્યુઝ થશો અને છેલ્લે સુધી રહેશો. ઈન્ટરવેલ પહેલા અને પછી ફિલ્મની સ્ટોરીમાં કંઈ આગળ વધે તેમ લાગતું નથી. ફિલ્મમાં હિંસા સિવાય કંઈ નથી. આ એક્શનપેક ફિલ્મ નથી આ માત્ર વાયોલન્સ બતાવતી ફિલ્મ છે. હિંસાનું કોઈ કારણ, તેમાં કોઈ જાતની કલાત્મકતા કે કોઈ સેન્સ નથી. હીરો અને વિલન વચ્ચેની કોઈ કેમેસ્ટ્રી નથી.

કેવી છે એક્ટિંગ અને ડિરેક્શન

એક્ટિંગ માટે સ્ટોરી હોવી જોઈએ અને કેરેક્ટરાઈઝેશન હોવું જોઈએ. એકપણ કેરેક્ટર ક્લિયર દર્શકોને થતું નથી કારણ કે કલાકારોને સિન કરતા પહેલા ખબર જ નથી કે શું કરવાનું છે. ટાઈગર શ્રોફની દયા આવી જાય છે. બોલીવૂડમાં બનતી નબળી સ્ક્રીપ્ટ જ તેની પાસે કેમ આવે છે તે સમજાતું નથી.

બાગી-1 ને બાદ કરતા બાગી સિરિઝમાં કોઈ દમ નથી અને બાગી 4 બનાવવા માટે નિર્માતાઓએ ઘણો સમય લીધો છે કારણ કે તેમની સારી સ્ક્રીપ્ટ જોઈતી હતી. હવે આ સારી સ્ક્રિપ્ટ છે તો ખરાબ કઈ એ તો તમારે સાજીદ નડિયાદવાલાને જ પૂછવું પડશે. સંજય દત્ત પણ કંઈ ખાસ ઉકાળી શક્યો નથી. એક કલાકારના વખાણ કરવા હોય તો તે છે સોનમ બાજવા. તેને મળેલી સ્પેસમાં તે સારું કરી ગઈ છે. સ્ટાર આપવા લાયક ફિલ્મ નથી. છતાં તમારી મરજી તમને જોવી જ હોય તો જઈ શકો છો થિયેટરમાં. એટ યોર રિસ્ક.

આ પણ વાંચો…‘બાઘી 4’નું ટ્રેલર રિલીઝ: ટાઈગર શ્રોફનો એક્શનથી ભરપૂર અને સંજય દત્તનો ખૂંખાર લૂક જોવા મળ્યો

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button