બી-ટાઉનના આ અભિનેતાની તબિયત બગડી, હોસ્પિટલમાં થયો ભરતી…

બોલીવૂડના છોટે નવાબ તરીકે ઓળખાતો સૈફ અલી ખાનની હેલ્થને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે અને એને કારણે તેના ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા છે. મળી રહેલી માહિતી પ્રમાણે સૈફ અલી ખાન હોસ્પિટલાઈઝ્ડ છે અને કરિના કપૂર-ખાન પણ અત્યારે સૈફ સાથે હોસ્પિટલમાં છે. ફેન્સ સૈફ હોસ્પિટલમાં દાખલ છે એ વાતથી થોડા ચિંતિત થઈ ગયા છે અને આખરે પોતાના ફેવરેટ સ્ટારને શું થયું છે એ જાણવાની તાલાવેલી થઈ ગઈ છે. સાધનોના જણાવ્યા અનુસાર સૈફ અલી ખાન મુંબઈની કોકિલાબહેન હોસ્પિટલમાં દાખલ છે અને તેને ઘૂંટણ અને ખભામાં ઈજા થઈ છે. હોસ્પિટલમાં સૈફની ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. ફેન્સ પણ સૈફ અલી ખાન જલદી સાજો થઈ જાય એ માટે પ્રાર્થના કરી રહ્યા છે. અત્યારે સૈફ અલી ખાનની તબિયત સારી છે અને ઘણા દિવસથી સૈફ અલી ખાનને ઘૂંટણમાં દુઃખાવો હતો અને આજે તેના પર સર્જરી કરવામાં આવી હતી.
સૈફ અલી ખાન એકદમ ઠીક છે અને ટૂંક સમયમાં જ તે ફરી સાજો થઈ જશે, એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 53 વર્ષીય સૈફ અલી ખાનની જબરી ફેન ફોલોઈંગ છે અને સેક્રેડ ગેમ્સ વેબ સિરીઝમાં તેણે કરેલાં અભિનયની ચારે તરફ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ સિવાય તે ફિલ્મ આદિપુરુષમાં પણ જોવા મળ્યો હતો. તેના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ તે તેલુગુ ફિલ્મમાં જોવા મળશે અને ગો ગોવા ગોનની સિક્વલમાં પણ તે જોવા મળશે, એવી ચર્ચા ચાલી રહી છે.