આ બોલીવૂડ એક્ટર પર કર્યો પૈસા વરસાદ, ચાલુ કોન્સર્ટ રોકીને કહ્યું હું શું…
બોલીવૂડ એક્ટર આયુષમાન ખુરાના એક ઉમદા કલાકાર હોવાની સાથે સાથે એક શાનદાર સિંગર પણ છે. હાલમાં આયુષમાન વિદેશમાં કોન્સર્ટ કરી રહ્યો છે અને આ જ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક ફેન તેના નોટોનો વરસાદ વરસાવતો જોવા મળી રહ્યો છે.
પરંતુ આ બાબતે આયુષમાને એવું રિએક્શન આપ્યું હતું કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું આયુષમાને-
આયુષમાન ખુરાના કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર પર્ફોર્મ કરી રહ્યો હતો. આ સમયે એક ફેન તેની પાસે આવીને તેના પર નોટોનો વરસાદ કર્યો હતો. પરંતુ આ વાત આયુષમાનને ખાસ કંઈ પસંદ નહોતું આવ્યું, એટલું જ નહીં પણ અભિનેતા આ જોઈને પરેશાન થઈ ગયો હતો.
આપણ વાંચો: અચ્છા તો આ કારણસર આયુષમાન ખુરાનાએ ‘દિલ દિલ પાકિસ્તાન’ ગીત ગાયું હતું
આખરે આયુષમાને કંટાળીને પોતાનો કોન્સર્ટ અધવચ્ચે જ રોકી દીધો હતો અને એ ફેનને સમજાવતા કહ્યું હતું કે પાજી પ્લીઝ આવું ના કરશો. તમે આ પૈસા ચેરિટીમાં યુઝ કરો. પણ આવું ના કરશો. આઈ લવ યુ. તમારા માટે ખુબ આદર છે. પણ તમે પ્લીઝ ખુલીને ચેરિટી કરો. કોઈને કંઈ પણ કહ્યા વિના કે કોઈને પણ દેખાડ્યા વિના. હું શું કરીશ આનું?
આયુષમાન ખુરાનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ તેની આ વાતના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે સિંગરે એકદમ સાચી વાત કહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આયુષમાન ખુરાનાની એન્ટ્રી દિનેશ વિઝાનના હોરર યુનિવર્સમાં થઈ ગઈ છે અને છે તે ફિલ્મ થામામાં તેની એન્ટ્રી થઈ છે.