અવનીત કૌરની ગ્લેમરસ તસવીરો વાયરલ, યૂઝરે લખ્યું હવે વિરાટ લાઈક નહીં કરે

બોલીવુડમાં અત્યારે એક અભિનેત્રીનું નામ ક્રિકેટ અને ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં લેવામાં આવે છે. એ અભિનેત્રી છે અવનીત કૌર. અવનીત કૌર તાજેતરમાં વિરાટ કોહલીના કારણે સમાચારમાં હતી. અભિનેત્રીએ ફરી પોતાની તસવીરો પોસ્ટ કરી છે જેના પર ચાહકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
અવનીતે સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટામાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટા વાયરલ થયા બાદ, ચાહકો હવે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

થોડા દિવસ પહેલા વિરાટ કોહલીએ તેની એક પોસ્ટને લાઈક કરી હતી. જે બાદ અવનીત રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી અને તેની ફેન ફોલોઈંગ પણ ઝડપથી વધી હતી. વિરાટે લાઈક કર્યા બાદ લોકો ‘વાતનું વતે સર’ કરવા લાગ્યા હતા, ત્યારે ક્રિકેટરે આગળ આવીને પોતાની બાજુ રજૂ કરી હતી.
વિરાટે કહ્યું હતું કે, ‘આ ઇન્સ્ટાગ્રામના ઓટો અલ્ગોરિધમને કારણે થયું છે. વિરાટે આગળ કહ્યું, ‘તેણે લાઈક નહોતું કર્યું ત્યાર બાદ ચાહકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું.
એકવાર અભિનેત્રીએ પોતાની તસવીરો પોસ્ટ કરી છે. એક યુઝરે આ તસવીરો પર રમુજી ટિપ્પણી કરી છે અને લખ્યું છે કે, ‘હવે વિરાટ કોહલીની લાઈક્સ નહીં આવે’. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે વિરાટ કોહલી એક ખૂણામાં ખુશ હશે. આ તસવીરો પર ચાહકોએ રમુજી ટિપ્પણીઓનો મારો ચલાવ્યો છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અભિનેત્રી લંડનમાં હોલીવુડ અભિનેતા ટોમ ક્રૂઝ સાથે પણ જોવા મળી હતી. આ સમય દરમિયાન, અવનીત ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ’ના સેટ પર પણ પહોંચી હતી.
આ પણ વાંચો…ચાલી શું રહ્યું છે આ? કોહલી કોહલીના નામના નારા લગાવતી જોવા મળી અવનીત કૌર…