મનોરંજન

ગ્લેમર માટે જાણીતી આ અભિનેત્રીએ ધારણ કર્યો સંસ્કારી લૂક: ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના કર્યા દર્શન…

નાસિક: પોતાના ખુલ્લા અને ગ્લેમરસ લુક માટે જાણીતી અભિનેત્રી અવનીત કૌર લાંબા સમય બાદ એકદમ સંસ્કારી લૂકમાં જોવા મળી છે. અવનીતે તાજેતરમાં તેના પરિવાર સાથે મહારાષ્ટ્રના નાસિક નજીક આવેલા ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની મુલાકાત લીધી હતી અને સોશિયલ મીડિયા પર તેની ભક્તિમય તસવીરો શેર કરી હતી.

અવનીત કૌરનો પરંપરાગત અંદાજ

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટામાં તે કાળા પ્રિન્ટેડ સૂટમાં જોવા મળી હતી. આ લુકમાં તેની સુંદરતા વધુ નિખરી હતી. અવનીત કૌરે મેચિંગ ઇયરિંગ્સ, કપાળ પર લાલ બિંદી અને દુપટ્ટો પહેર્યો હતો. કારમાંથી લીધેલી સેલ્ફીમાં તેના કપાળ પર તિલક દેખાય છે, અને તેણે ગળામાં રુદ્રાક્ષની માળા પણ ધારણ કરી હતી.

અવનીત કૌર ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની સામે હાથ જોડીને પોઝ આપતી અને પૂજા કરતી જોવા મળી હતી, જેમાં તે સંપૂર્ણપણે ભક્તિમાં લીન લાગી રહી હતી.

માતા-પિતા સાથે કર્યા જ્યોતિર્લિંગના દર્શન

અવનીત તેના માતા-પિતા સાથે જ્યોતિર્લિંગના દર્શન કરવા ગઈ હતી. તેણે મુલાકાત દરમિયાન તેના માતાપિતા સાથે પણ તસવીરો પડાવી હતી. એક ફોટામાં, તે મંદિર સંકુલમાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનો ફોટો ફ્રેમ ખરીદતી પણ જોવા મળી હતી.

અવનીતે આ ફોટાઓ શેર કરતાં શિવ પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કર્યો, “હર હર મહાદેવ. આજે મારા પરિવાર સાથે એક સુંદર દિવસ વિતાવ્યો. મારું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે. હંમેશા અમારા પર આશીર્વાદ વરસાવવા બદલ ભોલેનાથનો આભાર.” આ ઉપરાંત, એક ફોટામાં અભિનેત્રી દરિયા કિનારે પ્રકૃતિનો આનંદ માણતી પણ જોવા મળી હતી.

આ પણ વાંચો…ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં સૂર્યકુમાર અને પત્ની દેવિશા સાથે અવનીત કૌર જોવા મળી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button