અવિકા ગૌરની હલ્દી સેરેમનીના વીડિયો વાયરલઃ સિતારાઓએ કરી ધૂમ મસ્તી

બાલિકા વધુ ટીવી સિરિયલમાં નાનકડી આનંદી બહુ બનીને ઘરે ઘરે ફેમસ થયેલી અભિનેત્રી અવિકા ગૌર રિયલમાં બહુ બનવા જઈ રહી છે.
અવિકાની મેરેજ સેરેમની પહેલાના અલગ અલગ પ્રસંગોના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. તેની હલ્દી સેરેમનીમાં હાજર રહેતા સિતારાઓએ ફૂલ મસ્તી કરી હતી અને ધૂમ મચાવી હતી.
અવિકા મિલિન્દ ચંદવાણીને પરણી રહી છે. બન્ને રિયાલિટી શૉ પતિ-પત્ની ઔર પંગામાં જ સાત ફેરા ફરવાના છે, આથી ટીવી અને મોબાઈલ પર કરોડો દર્શકો તેમની એકે એક સેરેમની જોઈ રહ્યા છે.
તેની હલ્દી સેરેમનીના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, તેમાં કરણ કુન્દ્રા અમે તેજસ્વી પ્રકાશની જાણે હલ્દી સેરેમની હોય તેમ લાગી રહ્યું છે.
મોટેભાગે સેલિબ્રિટીઝ અલગ અલગ સેરેમનીમાં ડ્રેસકોડ રાખતા હોય છે અને હલ્દી સેરેમનીમાં પીળો કલર જ પહેરીને મહેમાનો પણ આવતા હોય છે.
પરંતુ અવિકા-મિલિન્દે આવો કોઈ ડ્રેસકોડ રાખ્યો નથી આથી પંચરંગી કલરમાં તેમના ફ્રેન્ડ્સ અને રિલેટીવ્સ આવ્યા હતા. બન્નેને અલગ અલગ ટબમાં બેસાડવામાં આવ્યા હતા અને પછી હલ્દીવોટરથી નવડાવી દેવામાં આવ્યા હતા. તમે પણ જૂઓ વાયરલ વીડિયો.
આ પણ વાંચો…‘બાલિકા વધુ’ની ‘આનંદી’એ સગાઇ કરી લીધી, જુઓ ક્યુટ સુંદર ફોટા