મનોરંજનસ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ લગ્નના બે વર્ષ બાદ આપી Good News…

ટીમ ઈન્ડિયાના ખેલાડી કેએલ રાહુલ (KL Rahul) અને બોલીવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી (Athiya Shetty) ટૂંક સમયમાં જ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. કપલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફેન્સ અને ફ્રેન્ડ્સ સાથે આ ગુડન્યૂઝ શેર કરી હતી. પોસ્ટમાં કપલે જણાવ્યું છે કે તેઓ 2025માં પેરેન્ટ્સ બનશે.

મળી રહેલી માહિતી પ્રમાણે આથિયા શેટ્ટીએ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ ગુડ ન્યુઝ ફેન્સ સાથે શેર કર્યા છે. જોકે, આથિયાએ એ વાતની સ્પષ્ટતા નથી કરી કે 2025માં ક્યારે તે બાળકને જન્મ આપશે.

આપણ વાંચો: ચાલુ કોમેન્ટ્રીમાં લપસી હરભજનસિંહની જીભ, અનુષ્કા આથિયા માટે કહી દીધી આ વાત…

આથિયાએ પોસ્ટમાં લખ્યું છે કે અમારું સુંદર વરદાન ટૂંક સમયમાં જ આવી રહ્યું છે 2025માં અને આ સાથે જ તેના પર બેબી ફૂટપ્રિન્ટ્સ પણ બનેલા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ સમાચાર સાંભળીને લોકોને શુભેચ્છા આપી રહ્યા છે.

બોલીવૂડ અભિનેતા સુનિલ શેટ્ટીએ પણ દીકરી આથિયાની આ પોસ્ટ શેર કરી છે અને પોતાના નાના બનવાની ખુશી જાહેર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ આથિયાએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને તેના તરત જ બાદમાં આ ન્યુઝ શેર કર્યા છે. રાહુલ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે જ્યાં તે ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયા મેચ રમશે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવતા વર્ષે નાનકડાં મહેમાનનું આગમન થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આથિયા શેટ્ટીની મુલાકાત 2019માં એક કોમન ફ્રેન્ડના માધ્યમથી કેએલ રાહુલ સાથે થઈ હતી અને બાદમાં બંને જણ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. 2023માં આખરે બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલાં રાહુલ અને આથિયાએ એકબીજાને ચાલ વર્ષ સુધી ડેટ કર્યા હતા અને હવે તેઓ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker