23મા ITA એવોર્ડ્ઝમાં આ ટીવી કલાકારોએ મારી બાજી.. | મુંબઈ સમાચાર
નેશનલમનોરંજન

23મા ITA એવોર્ડ્ઝમાં આ ટીવી કલાકારોએ મારી બાજી..

મુંબઇ: 23મા ITA એવોર્ડ્ઝનું રવિવારની સાંજે શાનદાર આયોજન થયું હતું. જેમાં અભિનેત્રી તેજસ્વી પ્રકાશે બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ જીત્યો હતો.

એવોર્ડ્ઝ સેરેમનીમાં ટીવી સહિત બી ટાઉનના મોટા સેલિબ્રિટીઝનો જમાવડો જોવા મળ્યો હતો. સિતારાઓથી ભરેલી એવોર્ડ્ઝ નાઇટની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઇ રહી છે. ITA 2023 એવોર્ડ સમારંભમાં સૌથી પોપ્યુલર અભિનેત્રી તેજસ્વી પ્રકાશે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મેળવ્યો હતો, ત્યારબાદ ટીવી શો “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” ના અભિનેતા હર્ષદ ચોપરાએ બેસ્ટ અભિનેતાનો એવોર્ડ જીત્યો. ‘કથા અનકહી’ની સ્ટાર અદિતી શર્મા અને ‘બડે અચ્છે લગતે હૈં-3’ નો અભિનેતા નકુલ મહેતા જ્યુરીના ફેવરિટ શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી બન્યા હતા.

બેસ્ટ અભિનેતા બન્યા બાદ હર્ષદ ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્રોફી સાથે પોતાની એક તસવીર પણ શેર કરી છે. આ ફોટો શેર કરતી વખતે હર્ષદે કેપશનમાં લખ્યું હતું, ‘આનાથી વધુ કહેવા માટે કંઈ નથી… કારણ કે સ્ટેજ પર બધું જ કહી દેવામાં આવ્યું હતું. હવે માત્ર એક જ વસ્તુ બાકી રહી છે, ‘અભિમન્યુ બિરલા’ તરીકે સાઇન ઓફ કરવું.. તમને જણાવી દઈએ કે હર્ષદ ચોપરા સતત બે વર્ષથી આ એવોર્ડ જીતી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button