Aishwarya વિશે પૂછાયો સવાલ, Abhishek Bachchanએ કહ્યું ભાઈ મરાવશો કે શું….

બોલીવૂડ એક્ટર અને બચ્ચન પરિવારના ચિરાગ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. જોકે, હાલમાં અભિષેક બચ્ચનનો એક જૂનો ઈન્ટરવ્યુનો કિસ્સો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં પ્રેસ કોન્ફરન્સમાં અભિષેકને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai Bachchan)ની કૂકિંગ સ્કિલના વખાણ કરતો જોવા મળ્યો હતો.
આ જ ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચનને પૂછવામાં આવ્યું હતું કે એક એવી ડિશ વિશે જણાવો કે જે ઐશ્વર્યા ખૂબ જ સારી બનાવે છે જેના જવાબમાં અભિષેકે જણાવ્યું હતું કે મારી પત્ની જે પણ ખાવાનું બનાવે છે એ ખૂબ જ પ્રેમથી બનાવે છે. એટલું જ નહીં અભિષેકે ઐશ્વર્યાની પહેલી રસોઈ વિશે પણ વાત કરતાં જણાવ્યું હતું કે ઐશ્વર્યાએ પહેલી રસોઈમાં બચ્ચન પરિવાર માટે બંગાળ પરંપરા અનુસાર હલવો બનાવ્યો હતો. હું ઐશ્વર્યાએ બનાવેલી કોઈ પણ વસ્તુને નાપસંદ નથી કરતો, કારણ કે કે ખૂબ જ પ્રેમથી અને લાગણીથી કૂકિંગ કરે છે. તેના હાથમાં સ્વાદ છે. મારા માટે પ્રેમથી વધારે ફિલિંગ્સ મહત્ત્વની છે.
આ પણ વાંચો : Abhishek Bachchanએ કર્યા Divorce Confirm, કહ્યું કે હું અને Aishwarya…
અભિષેક બચ્ચને આગળ એવું પણ કહ્યું હતું કે ઐશ્વર્યા પહેલી રસોઈ વખતે પહેલી વખત રસોડામાં નહોતી ગઈ. તે એક્ટ્રેસ બનવા પહેલાંથી જ કિચનમાં મમ્મીની હેલ્પ કરતી હતી. અભિષેકને જ્યારે ઐશ્વર્યાની કોઈ ખાસ ડિશ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં તેણે કહ્યું હતું કે ભાઈ મરાવશો કે શું? અત્યારે પબ્લિક પ્લેટફોર્મ પર જણાવી દઈશ કે તે શું બનાવે છે તો ઘરે જઈને તો…
અત્રે ઉલ્લેખનીય છે કે એક સમયે ભલે અભિષેક અને ઐશ્વર્યાના સંબંધોમાં ગમે એટલે મિઠાશ જોવા મળતી હોય પણ અત્યારે જો આ સંબંધમાં ખટરાગ, ખટાશ અને દૂરી જ જોવા મળી રહી છે. કપલ છુટાછેડા લઈ રહ્યા હોવાના સમાચારો છેલ્લાં કેટલાય દિવસથી સતત ચર્ચાઈ રહ્યા છે, પણ કપલે આ વિશે કંઈ પણ ખૂલીને કહેવાનું મુનાસિબ માન્યું નથી.