મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આઈડિયા આસિત મોદીએ લોકોને સંભળાવ્યો ત્યારે લોકો હસવામાં કાઢ્યો હતો…

છેલ્લાં 17 વર્ષથી ટીવી પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ એકદમ સુપરડુપર હિટ રહી છે અને આજે પણ અવિરતપણે દર્શકોનું મનોરંજન કરી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે 17 વર્ષથી ચાલી રહેલી આ ટીવી સિરીયલ બનાવવાનો કોન્સેપ્ટ જ્યારે પ્રોડ્યુસર આસિતકુમાર મોદીએ જેમને જેમને સંભળાવ્યો ત્યારે બધા આ કોન્સેપ્ટ હસવામાં કાઢ્યો હતો. આ વાતનો ખુલાસો ખુદ આસિતકુમાર મોદીએ કર્યો હતો. આવો જોઈએ બીજું શું કહ્યું આસિતકુમાર મોદીએ-

ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. દરેક વર્ગના દર્શકોને આ શો બાંધીને રાખે છે. આસિતકુમાર મોદીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં આ સિરીયલને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આસિત મોદીએ જણાવ્યું હતું કે બદલાઈ રહેલી મનોરંજનની દુનિયામાં રેલેવન્ટ બની રહેવું એક મોટો પડકાર અને જવાબદારી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટીવી આજે પણ સફળ છે, પરંતુ હવે વધારે કોમ્પિટીશન છે. સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ્સના આવ્યા બાદ લોકો પાસે મનોરંજન માટે ઘણા બધા ઓપ્શન છે. હવે અમારે સતત નવા નવા આઈડિયા વિચારવા પડે છે, જેથી દર્શકોનો રસ જળવાઈ રહે.

આસિતકુમાર મોદીએ જણાવ્યું હતું 17 વર્ષથી આ શો કોઈ પણ પ્રકારના લીપ વિના આગળ વધી રહ્યો છે. આ શો એટલા માટે આગળ વધ્યો છે કારણ કે તે માત્ર કેરેક્ટર પર નહીં પણ સમુદાયની ભાવના પર આધારિત છે. લોકોએ વિવાદ અને મતભેદને કારણે આ શો ના છોડવો જોઈએ. ટીમવર્ક જ આ શોની તાકાત છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આજે બધાને હસાવતો આ શો બનાવવાનો આઈડિયા જ્યારે આસિત મોદીને આવ્યો ત્યારે લોકો તેમનો કોન્સેપ્ટ સાંભળીને હસતાં હતા. જ્યારે તેમને આ શો બનાવવાનો વિચાર આવ્યો ત્યારે ટીવી પર સાસ-બહુ ટીવી સિરીયલનું રાજ હતું અને આવી સ્થિતિમાં તેઓ એક ડેઈલી કોમેડી શો બનાવવા માંગતા હતા. પરંતુ આજે આ શોએ ઈતિહાસ બનાવ્યો છે.

દાયકાઓથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરીયલ દર્શકોનો મનગમતો એક ફેમિલી ટીવી શો બની ગયો છે. આ ટીવી સિરીયલ ગોકુલધામ સોસાયટી અને તેમાં રહેતાં લોકોની રોજબરોજની જિંદગીની ઘટમાળની આસપાસ ફરે છે.

આ પણ વાંચો…‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક ક્યારે થશે? પ્રોડ્યુસર આસિત મોદીએ ખુદ કર્યો મોટો ખુલાસો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button