મનોરંજન

TMKOCમાં દયાભાભીની એન્ટ્રીને લઈને ખુદ અસિત મોદીએ કર્યો આવો ખુલાસો…

જી હા, ટેલવિઝનના સૌથી લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લાં કેટલાય સમયથી દયાબહેનની એન્ટ્રીને લઈને જાત જાતની અટકળો અને ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ હવે શોના પ્રોડ્યુસર આસિતકુમાર મોદીએ જ એક ઈન્ટરવ્યૂમાં આ બાબતને લઈને ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું કહ્યું દયાબેનની એન્ટ્રી પર આસિતકુમાર મોદીએ…

અત્રે ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ટીવી પર આવતો સૌથી લોકપ્રિય શો છે અને જ્યારથી શોમાંથી દયાબેન એટલે કે દિશા વાકાણીની એક્ઝિટ થઈ છે ત્યારથી જ લોકો કાગડોળે એમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. દિશાએ ગર્ભાવસ્થાને કારણે શોમાંથી બ્રેક લીધો હતો. પરંતુ ત્યાર બાદ તે શોમાં પાછી જ નથી આવી.
હવે નવા ટપ્પુને લોન્ચ કરતી વખતે આપેલા એક ઈન્ટરવ્યુમાં ખુદ આસિતકુમાર મોદીએ શોમાં દયાબેનની એન્ટ્રી પર ખુલાસો કર્યો હતો. આસિતકુમારે જણાવ્યું હતું કે ભાઈ દિશા વાકાણી જ શોમાં પાછી ફરે.


આગળ તેમણે એવું પણ જણાવ્યું હતું કે અમે લોકો આ કારણે દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ. શોમાં એવા એવા ટ્રેક બનવવામાં આવ્યા છે કે જેથી દયાબેન જેવા શોમાં પાછા ફરે એટલે તરત જ એમને ડાયલોગ આપી દેવામાં આવે અને એ પણ કામે લાગી જાય.


આ સિવાય જ્યારે આસિતકુમાર મોદીને દયાબેનની રિપ્લેસમેન્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે હું નથી ચાહતો કે શોમાં દયાબેનના પાત્રને રિપ્લેસ કરવામાં આવે પણ હા હું ઈચ્છું છું કે જેમ બને તેમ દયાબેન ઉર્ફે દિશા વાકાણી શોમાં પાછી ફરે.


અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં શોમાં દયાબેનની ઘરવાપસીનો ટ્રેક જ ચાલી રહ્યો છે અને એને લઈને જ એક પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં બાપુજી અને ટપ્પુ ગરબા રમતો જોવા મળી રહ્યા છે. જ્યારે જેઠાલાલના પરમ મિત્ર તારક મહેતાને ચિંતાતુર બતાવવામાં આવ્યા છે. તારક મહેતાને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે જો આ વખતે પણ દયાબેનની એન્ટ્રી નહીં થાય તો તેમના મિત્રનું દિલ તૂટી જશે અને તેને સાંભળવાનું અઘરૂ થઈ પડશે.
અહીંયા તમારી જાણ માટે કે આ પહેલાં પણ શોમાં દયાબેનની એન્ટ્રીને લઈને જાત જાતની અટકળો લગાવવામાં આવી હતી હવે જોઈએ લાંબા આ વખતે શોમાં દયાબેનની એન્ટ્રી થાય છે કે નહીં?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button