મનોરંજન

એક્ટ્રેસે પૂલ સાઈડ પર ફોટોશૂટ કરાવીને ફેન્સને કર્યા ઘાયલ…

એક્ટ્રેસ અશનૂર કૌર ફિલ્મો અને ટીવી શોમાં એક્ટિવ રહે છે એના કરતાં વધારે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે દર થોડા સમયે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટોશૂટના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના પૂલ સાઈડ ફોટોશૂટના હોટ ફોટો શેર કર્યા હતા, જે જોઈને ફેન્સ એકદમ બેકાબુ થઈ ગયા હતા.

અશનૂર કૌરે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક લેટેસ્ટ પૂલસાઈડ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તેની સુંદરતા અને ઘાયલ કરતી અદાઓ જોઈને ફેન્સ એકદમ મદહોશ થઈ ગયા હતા. અશનૂરે એકથી ચઢિયાતા એક પોઝ આપીને પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું. ખુલ્લા વાળમાં અશનૂર એકદમ સુંદર લાગી રહી હતી.

આપણ વાંચો: ‘તિરચી ટોપીવાલે’ ગીતવાળી અભિનેત્રીના બોલ્ડ ફોટોશૂટ માટે મમ્મીએ થપ્પડ મારી હતી, કોણ હતી?

વાત કરીએ અશનૂરના આઉટફિટની તો તેણે શોર્ટ ટોપ અને ઓરેન્જ પેન્ટ પહેરી છે, જેમાં તે એકદમ બલાની સુંદર લાગી રહી છે. અશનૂરનો આ લેટેસ્ટ લૂક ફેન્સને ભલતો જ પસંદ આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ફેન્સ તેના ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરતાં થાકી નથી રહ્યા.

અશનૂરના આ ફોટો શેર કર્યાની ગણતરીની સેકન્ડમાં જ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ ગયા હતા. ફેન્સ અશનૂરના આ ફોટોશૂટના ફોટો પર કમેન્ટ કરીને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. તમે પણ અશનૂરના આ વાઈરલ થઈ રહેલાં ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…

આપણ વાંચો: નેહા મલિકે હોટેલની બાલ્કનીમાં કરાવ્યું ફોટોશૂટ, ચાહકો થયા દિવાના…

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ અશનૂર પોતાના વેકેશનના ફોટો પણ ફેન્સ સાથે શેર કર્યા હતા. અશનૂર ટીવી સિરિયલ ઝાંસી કી રાણીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર અશનૂર કૌરને 9.7 મિલિયન ફોલોવર્સ છે અને તે અવાનવાર પોતાના એકાઉન્ટ પરથી ફોટો અને વીડિયો શેર કરતી રહે છે અને તે ફેન્સને ખૂબ જ પસંદ પણ આવતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button