આ વ્યક્તિને કારણે અરબાઝ પટેલ અને નિક્કી તંબોલીનું થયું બ્રેકઅપ? યુઝવેન્દ્ર ચહલ સાથે છે કનેક્શન…

અશનીર ગ્રોવરનો શો રાઈઝ એન્ડ ફોલ હાલમાં ફિનાલેની નજીક પહોંચી ચૂક્યો છે. ક્યારેક અરબાઝ પટેલ અને ધનશ્રી વર્માની નજદીકીઓને કારણે તો ક્યારે આરુષ ભોલા સાથેની હાથાપાઈને કારણે આ શો હંમેશા જ ચર્ચામાં રહ્યો છે.
હાલમાં જ શોમાં મીડિયા રાઉન્ડ થયો જ્યાં કન્ટેસ્ટન્ટને તીખા તમતમતા સવાલો પૂછવામાં આવ્યા હતા. આ જ સમયે ધનશ્રી અને અરબાઝના સંબંધો વિશે પણ વાત કરવામાં આવી હતી. એટલું જ નહીં એવી વાત પણ સામે આવી રહી છે કે નિક્કી તંબોલી અને અરબાઝ પટેલનું બ્રેકઅપ થઈ ગયું છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી…
આપણ વાંચો: બીજા કેસ માટે તૈયાર રહેજે… જાણો કોને આવું કહ્યું યુઝવેન્દ્ર ચહલે?
રિયાલિટી ટીવી રાઈઝ એન્ડ ફોલના ફિનાલે પહેલાં મીડિયા રાઉન્ડ થયો હતો. મીડિયા સાતે વાત કરતાં અરબાઝે ધનશ્રીને એવું કહ્યું અહીંયા તું મને ઘણી વસ્તુઓ માટે ના પાડી રહી છે તો શો પછી એ વસ્તુઓ કાયમ નહીં રહે.
ધનશ્રીને પૂછવામાં આવ્યું કે શું તને લાગે છે કે આ ગેમ છે એટલે તારી અને અરબાઝની ફ્રેન્ડશિપ જળવાઈ રહી છે, કારણ કે બહાર તો એની ગર્લફ્રેન્ડ નિક્કી તંબોલી છે. અરબાઝને લઈને પૂચવામાં આવેલા સવાલ પર ધનશ્રી ચૂપ રહે છે અને તેની આ ચૂપકીદી ઘણું બધું કહી ગઈ હતી.
આપણ વાંચો: મનોરંજનનું મેઘધનુષ: હર્ષવર્ધન રાણે: બોલિવૂડમાં પોતાનું અલગ જ સ્થાન ઊભું કરવામાં સફળ
અહીંયા તમારી જાણ માટે કે અરબાઝ પટેલ અને ધનશ્રી વર્માઆ શોની શરૂઆતથી જ સાથે છે. શોના તમામ કન્ટેસ્ટન્ટની જેમ જ તેમના સંબંધોમાં પણ ચઢાવ ઉતાર જોવા મળ્યા હતા. હવે તો તેમની દોસ્તી તૂટતી દેખાઈ રહી છે. નિક્કીએ શોમાં આવીને ધનશ્રીને એક્સપોઝ કરતાં અરબાઝને કહ્યું હતું કે ધનશ્રી તેની પીઠ પાછળ તેની બુરાઈ કરે છે અને ગેમમાં તેને એક પ્યાદાની જેમ યુઝ કરે છે.
ફેમિલી વીકમાં પણ ધનશ્રી વર્માની માતાએ અરબાઝને ઈગ્નોર કર્યો હતો અને આ મામલે ધનશ્રી અને અરબાઝ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. શોમાં ધનશ્રી અને અરબાઝની ક્લોઝનેસને જોતા એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે તેઓ બંને એકબીજાના પ્રેમમાં છે. જોકે, આ પ્રેમ માત્ર શો માટે જ છે કે સાચો છે એ તો તેઓ જ કહીશકે છે.
જોકે, આ બધા વચ્ચે શોને લઈને એવી ચર્ચા પણ થઈ રહી છે. યુટ્યૂબર આરુષ ભોલા આ શો જિતી ગયો છે. જોકે, વિનરને લઈને હજી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં નથી આવી. આરુષે રાઈઝ એન્ડ ફોન એકલા ગેમ રમીને પોતાની દમ પર ફિનાલે સુધી પહોંચ્યો છે.