અક્ષય કુમારના કો-સ્ટારનું નિધન, ભાઈએ પોસ્ટ શેર કરીને આપી માહિતી…

બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. અનેક મોટી હિંદી અને મરાઠી ફિલ્મોમાં કામ કરનારા જાણીતા એક્ટર આશિષ વારંગનું નિધન થયું છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેઓ લાંબા સમયથી બીમાર હતા. આશિષના ભાઈ અભિજિત વારંગે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે. એક્ટર છેલ્લી વખત ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળ્યા હતા.
આશિષ વારંગે પોતાની એક્ટિંગથી દર્શકોના દિલો દિમાગ પર એક અલગ છાપ છોડી છે. તેમણે સૂર્યવંશી, દૃશ્યમ, મર્દાની જેવી અનેક ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મોમાં તેમણે સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યું છે. જોકે, તેમના નિધનના સમાચારથી ફેન્સ અને ઈન્ડસ્ટ્રીને ધક્કો લાગ્યો છે.
આશિષ વારંગના ભાઈ અભિજિત વારંગે શેર કરેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે વારંગ આશિષ દાદા, અમે તમને ખુબ જ યાદ કરીશું. પહેલાં તમે એર ફોર્સ ઓફિસર દેશની સેવા કરી અને બાદમાં એક્ટિંગ કરીને દર્શકોનું મનોરંજન કરીને દિલ જિતી લીધા.
તેમણે આગળ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે અમે એક સારી વ્યક્તિને ગુમાવી છે. અમે તમને ખૂબ જ મિસ કરીશું મોટાભાઈ. અભિજિતની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર શોકનું મોજું ફરી વળ્યું હતું. આશિષ વારંગ એક એવા અભિનેતા હતા કે જેમની જર્ની ખૂબ જ સારી રહી હતી. ફિલ્મી દુનિયામાં આવતા પહેલાં તેમણે ભારતીય વાયુ સેનામાં એક અધિકારી તરીકે દેશની સેવા કરી હતી. આશિષ વારંગેએ ભલે હિંદી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ના કરી હોય પણ તેઓ ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો હતા.
રોહિત શેટ્ટીની બ્લોક બસ્ટર ફિલ્મ સૂર્યવંશીમાં આશિષે કોન્સ્ટેબલ આશિષ તાંબેનો રોલ કર્યો હતો. આ ફિલ્મ 2021માં આવી હતી અને લોકોએ એને ખૂબ જ પસંદ કરી હતી. આ સિવાય તેમણે એક વિલન રિટર્ન્સ, દ્રશ્યમ અને જાણીતી વેબ સિરીઝ ધ ફેમિલી મેનમાં પણ કામ કર્યું હતું. પોતાની નાની નાની ભૂમિકાથી તેમણે દર્શકોના દિલો પર રાજ કર્યું છે.
આ પણ વાંચો : ભગવાનની નહીં, માણસની મદદ કરો: અમિતાભ બચ્ચન ‘લાલબાગ ચા રાજા’ને દાન આપીને ટ્રોલ થયા