મનોરંજન

ભૂમિ પેંડણેકરને ભારતમાં ડર લાગે છેઃ કિરણ રાવ જેવું જ નિવેદન

લગભગ છ-સાત વર્ષ પહેલા અભિનેતા આમિર ખાનની નિર્દેશક પત્ની કિરણ રાવે એક જાહેર કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મને ભારતમાં રહેતા ડર લાગે છે. ત્યારબાદ તે ભારે ટ્રોલ થઈ હતી અને લોકોએ તેને વિદેશ જતાં રહેવાની સલાહ સુદ્ધા આપી હતી, પરંતુ હવે ફરી એક ફિલ્મ અભિનેત્રીએ આવું નિવેદન આપ્યું છે.

મેરે હસબન્ડ કી બીવી ફિલ્મની અભિનેત્રી ભૂમિએ એક કાર્યક્રમમાં આ વાત કહી હતી. ભૂમિએ મલિયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થયેલા કાસ્ટિંગ કાઉચના કેસ અને તેના સંદર્ભમાં હેમા કમિટીના આવેલા અહેવાલ અંગે ભૂમિ વાત કરી રહી હતી. ભૂમિએ પહેલા તો અહેવાલને ખૂબ જ ખેદનજક ગણાવ્યો અને ત્યારબાદ માત્ર ફિલ્મજગત જ નહીં પરંતુ રોજબરોજની જિંદગીની વાત શેર કરતા કહ્યું કે એક મહિલા તરીકે મને આજના સમયમાં ભારતમાં રહેતા ડર લાગે છે. આ માત્ર ફિલ્મજગતની વાત નથી. રોજબરોજની ચિંતાઓ વિશે વાત કરતા તેણે જણાવ્યું હતું કે તેની નાની પિતરાઈ બહેન જે કોલેજમાં ભણે છે તે જો ઘરે રાત્રે મોડી આવે તો તેને ડર લાગે છે. જો તે 11 વાગ્યા સુધી ઘરે ન આવે તો મને ચિંતા થાય છે. હકીકત એ છે કે મહિલાઓ સાથે થતા અત્યારના સમાચારો રોજ પહેલા પાને આવે છે અને આ સ્થિતિને બદલવાની જરૂર છે.

Also read: Bhumi petandarkarઃ સોશિયલ મીડિયા પર અભિનેત્રી થઈ રહી છે ટ્રોલ…

ભૂમિ પોતે કાસ્ટિંગ ડિરેક્ટર રહી ચૂકી છે ત્યારે તેણે કાસ્ટિંગ કાઉચ વિશે જણાવ્યું હતું કે મને આવો અનુભવ થયો નથી, પરંતુ તેનો મતલબ એવો નથી કે આવી ઘટના બનતી નથી. ઘણી હિંમતવાળી મહિલાઓએ આનો સામનો કર્યો છે અને તેઓ જાહેરમાં બોલી પણ છે. ભૂમિએ ફિલ્મજગતમાં સ્ત્રી અને પુરુષ કલાકારોને મળતા અલગ અલગ વેતન મામલે પણ ખૂલીને વાત કરી હતી. જેમ એક મહિલા સીઈઓને કંપની ઓછી સેલરી આપે છે તેમ ફિલ્મજગતમાં પણ બને છે. મારી એક સફળ ફિલ્મ અને અન્ય અભિનેતાની સફળ ફિલ્મના વેતનમાં જમીન આસમાનનો ફરક હતો. તે અભિનેતા કરતા મને પાંચમા ભાગની ફી પણ મળી ન હતી, તેમ ભૂમિએ જણાવ્યું હતું. ભૂમિ જાહેરમાં ઘણીવાર આવા વિષયો પર ખૂલીને વાત કરે છે. હાલમાં તેની ફિલ્મ મેરે હસબન્ડ કી બીવી થિયેટરોમાં ચાલી રહી છે, પરંતુ ફિલ્મને જોઈએ તેવો રિસ્પોન્સ મળ્યો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button